GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:પી.જી.પટેલ કોલેજમાં રોટરી ક્લબ ઓફ મોરબીના સહયોગથી CPR ટેકનીકની તાલીમ આપવામાં આવી

MORBI:પી.જી.પટેલ કોલેજમાં રોટરી ક્લબ ઓફ મોરબીના સહયોગથી CPR ટેકનીકની તાલીમ આપવામાં આવી

 

 

હાલના સમયમાં અયોગ્ય અને અનિયમિત ખાનપાન અને જીવન શૈલી ના લીધે યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો થતો જોવા મળે છે જે આજના સમયમાં લાલબતી સમાન છે. આ બાબતની સંવેદનશીલતા ને અનુલક્ષીને કોલેજના પ્રમુખશ્રી દેવકરણભાઈ આદ્રોજા દ્વારા આ દિશામાં વિધાર્થીઓમાં જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી રોટરી કલબના સહયોગથી કોલેજના વિધાર્થીઓ માટે ખાસ CPR અંગેની વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી.

આકસ્મિક હાર્ટ એટેકના કિસ્સાઓમાં કઈરીતે અસરકારક CPR તાલીમ દ્વારા માનવ જિંદગી બચાવી શકાય તે અંગે મોરબી સિવિલ હોસ્પીટલના નિષ્ણાંત તબીબો ડો.હર્ષિત શાહ, ડો.અક્ષય ટાંક તથા ડો.રાજેન્દ્ર લોરિયા ના માર્ગદર્શન હેઠળ વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખશ્રી કિશોરસિંહ જાડેજા, તથા હોદેદારો બંસીબેન શેઠ, અશોકભાઈ મહેતા અને મનુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.અંતમાં સંસ્થા વતી આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટે તમામ નો આભાર વ્યક્ત કાર્યો હતો.

Back to top button
error: Content is protected !!