AHAVADANGGUJARAT

સુબીર તાલુકાનાં ખૂબ જ અંતરિયાળ વિસ્તારનાં મહેન્દ્ર પવાર PHD થયા અને ડાંગનું ગૌરવ વધાર્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં અંતરિયાળ વિસ્તારનાં ઉગા ગામનાં વતની મહેન્દ્રભાઈ આઈ.પવાર સંસ્કૃત વિષયમાં પી.એચ.ડી થયા,તેમણે B.A. સરકારી વિનયન કોલેજ આહવાથી વર્ષ-2014માં પૂર્ણ કર્યુ ,ત્યારબાદ M.A.જે.પી શ્રોફ કોલેજ વલસાડથી 2016 માં પૂર્ણ કર્યુ.વર્ષ 2019માં ગાંધીનગરથી B.Ed.પૂર્ણ કર્યુ, પિતાજીનું અવસાન થતા ઘરની આર્થિક પરિસ્થિતિ અને ઘરની જવાબદારી માથે આવી છતા પણ ભણવાની તરસ ન પૂર્ણ થતાં પ્રોફેસર માટેની વિવિધ પરીક્ષાઓની તૈયારી કરી, તેમાં GSET, NET(JRF)જેવી શ્રેષ્ઠ પરીક્ષાઓ પાસ કરવામાં સફળતા મેળવી.અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.D. માટેની એન્ટ્રસ પરીક્ષા પાસ કરી Ph.D.માં પ્રવેશ લીધો.જ્યાં માતૃશ્રી મોંઘીબા મહિલા કોલેજ અમરેલીના ઇન્ચાર્જ આચાર્ય ડૉ.બી.આર.ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ ‘प्रमुख उपनिषदों का समाजशास्त्रीय एवं मानसशास्त्रीय अध्ययन ।’ વિષય ઉપર શોધકાર્ય સંપન્ન કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટમાંથી Ph.D.ની ગૌરવપૂર્ણ પદવી મેળવી છે. આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં રહેતા ઘણાં વિદ્યાર્થીઓ કે, જે પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે ભણતર અધ વચ્ચે છોડી દેતા હોય છે તેવા વિદ્યાર્થીઓને ડૉ.મહેન્દ્રભાઈ આઈ.પવારે સચોટ ઉદાહરણ પુરું પાડ્યું છે. ”ભણવાની જેને તરસ હોય તેને કોઈ પરિસ્થિતિ નડતી નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી” આવી ઉક્તિઓને ડૉ.મહેન્દ્ર પવારે સાર્થક કરી બતાવી છે..

Back to top button
error: Content is protected !!