MORBI:મોરબી પ્રેસ મિડિયા એસોસિએશન દ્વારા સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ

MORBI:મોરબી પ્રેસ મિડિયા એસોસિએશન દ્વારા સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ
મોરબી : રાષ્ટ્રલોહિત અને ભારતના આયર્ન મેન તરીકે પ્રસિદ્ધ સ્વ. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે મોરબી પ્રેસ મિડિયા એસોસિએશન દ્વારા આજે નવા બસ સ્ટેન્ડ ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ અવસરે એસોસિએશનના પદાધિકારીઓ તથા સભ્યો દ્વારા પ્રતિમાને કુલ 150 ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. પત્રકારોએ દેશની એકતા અને અખંડિતતા માટે સરદાર પટેલના અવિસ્મરણીય યોગદાનને યાદ કરતાં રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીનો સંદેશ આપ્યો હતો.આ પ્રસંગે અનેક પત્રકારો તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સરદાર પટેલના વિચારોને જીવનમાં ઉતારી રાષ્ટ્રની એકતા જાળવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.ઉપસ્થિત પત્રકારોમાં પરેશભાઈ પારીયા, સંજયભાઈ અલગારી, યોગેશભાઈ રંગપરીયા, મયંક દેવમુરારી, મેહુલભા ગઢવી, પંકજ સનારીયા, ધવલ ત્રિવેદી, મોસીન શેખ, મોહમદશા શાહમદાર, રિતેશભાઈ સંચાણિયા સહિતના સભ્યો હાજર રહ્યા હતા.
 
				











