MORBI:મોરબી તાલુકા ભાજપ દ્વારા તિરંગા વિતરણ કરવામાં આવ્યું
MORBI:મોરબી તાલુકા ભાજપ દ્વારા તિરંગા વિતરણ કરવામાં આવ્યું
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ૧૫ ઓગસ્ટ, સ્વતંત્રતા પર્વની પૂર્વે ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અન્વયે મોરબી તાલુકા ભાજપ દ્વારા લોકોમાં દેશ ભક્તિનો માહોલ ઉભો કરવા અને તિરંગા પ્રત્યે લોકોની આત્મીયતા વધુ સુદ્રઢ્ય બને તે હેતુથી ‘હર ઘર તિરંગા’ અભિયાન ને વધુ વેગવંતુ બનાવવા “ તિરંગા ઝંડા વિતરણ” કાર્યક્રમ નુ આયોજન કરેલ છે.
આજે તારીખ ૧૪-૮-૨૦૨૪ નાં સવારે ૯થી૧૨ દરમિયાન રવાપર ચોકડી , મુ. રવાપર તા મોરબી પાસે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધારાસભ્ય દુર્લભજી ભાઇ દેથરીયા, મોરબી તાલુકા સંગઠનના પ્રમુખ અરવિંદ વાસદડીયા તથા બચુભાઇ ગરચર, બચુભા રાણા મંહામંત્રી શ્રી મોરબી તાલુકા ભાજપ, તેમજ ભાણજીભાઇ વરસડા બચુભાઈ અમૃતિયા સહિત ભાજપના કાર્યકરો એ ઉપસ્થિત રહી ને લોકો ને વિના મુલ્યે તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું છે