BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાંધલનો વિદાય સમારંભ યોજાયો

સમીર પટેલ, ભરૂચ

ગાંધીનગર ખાતે રાજ્યમંત્રીના અંગત સચિવ તરીકે નવી જવાબદારીસોંપાઈ

ભરૂચ, ગુરુવાર :- ભરૂચ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એન.આર. ધાંધલની રાજ્ય સરકાર દ્વારા બદલી થતાં, ગતરોજ કલેક્ટરકચેરી, ભરૂચ ખાતે વિદાય સમારંભ યોજાયો હતો. પ્રસંગે કલેક્ટરશ્રીગૌરાંગ મકવાણાએ શ્રી એન.આર. ધાંધલના જિલ્લામાં આપેલાયોગદાનની પ્રશંસા કરી અને તેમની નવી નિમણૂક માટે શુભકામનાઓપાઠવી હતી.

સમારંભમાં જિલ્લાના પ્રાંત અધિકારીઓ, નાયબ કલેક્ટરઓ, મામલતદારઓ તથા જિલ્લા સેવાસદનના અધિકારીકર્મચારીઓઉપસ્થિત રહ્યા હતા. સૌએ તેમને સ્મરણિય અને સન્માનસભર વિદાયઆપી હતી.

ભરૂચ જિલ્લામાં ત્રણ વર્ષના સેવાકાળ દરમિયાન તેઓએ  નોંધપાત્રકામગીરી કરી હતી.

એન.આર. ધાંધલની તા.૧૭/૦૮/૨૦૨૨ના રોજભરૂચ જિલ્લામાં નિવાસી અધિક કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાંઆવી હતી. દરમિયાન જિલ્લામાં વિવિધ વહીવટી જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવતા તેમણે અનેક વિકાસ કાર્યોને પ્રોત્સાહિત કર્યા. હોદ્દાની રૂએ બૌડાના મુખ્ય કારોબારી અધિકારી તરીકેની ફરજ બજાવતા તેમણે ભરૂચ શહેર માટે અનેક મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનું સુચારુઆયોજન અને અમલીકરણ કર્યું હતું, જેને કારણે શહેરને ગુણાત્મકવિકાસની દિશામાં આગળ વધારવામાં મદદ મળી હતી. એન.આર. ધાંધલ તા. ૦૯/૧૨/૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લામાંથીવિદાય લઈ ગાંધીનગર ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણવિભાગના રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના કાર્યાલયમાં અંગતસચિવ તરીકે નવી જવાબદારી સંભાળશે. જિલ્લા વહીવટીતંત્ર, અધિકારીઓ અને કર્મચારીઓએ તેમની નવી ભૂમિકામાં સફળતા પ્રાપ્તિમાટે શુભકામનાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!