Halvad:હળવદ તાલુકાના ઘરફોડ ચોરીના નોંધાયેલ બે અલગ અલગ બનાવમાં સંડોવાયેલ બે આરોપીઓ ઝડપાયા

Halvad:હળવદ તાલુકાના ઘરફોડ ચોરીના નોંધાયેલ બે અલગ અલગ બનાવમાં સંડોવાયેલ બે આરોપીઓ ઝડપાયા
હળવદ પોલીસ ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે ઘરફોડ ચોરીના નોંધાયેલ બે અલગ અલગ બનાવમાં સંડોવાયેલ બે આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા, જેમાં છ માસ પહેલા તાલુકાના સુસવાવ ગામની સીમમાં તથા હળવદ વિશ્વાપાર્ક સોસાયટીમાં થયેલ બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બંને આરોપીઓને પકડી લઈ ચોરી કરેલ મુદામાલ પરત મેળવી બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી હતી.
હળવદ પંથકમાં થયેલ ઘરફોડ ચોરીના બનાવમાં આરોપીઓને શોધવા મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કામગીરી કરવા સુચના કરેલ હોય. જે અનુસંધાને હળવદ પોલીસ મથકના પીઆઇ આર.ટી.વ્યાસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીની વોચમાં રહી આરોપીને શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન એએસઆઈ એ.એન.સિસોદીયા તથા કોન્સ.ગંભીરસિંહ વાઘજીભાઇ ચૌહાણને મળેલ બાતમી આધારે ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ બે આરોપી શનીભાઇ ગણેશભાઇ રાઠોડ તેમજ આરોપી પ્રવિણભાઇ ઉર્ફે સુખો રમેશભાઇ ઉર્ફે વિક્રમભાઇ રાઠોડ બંને રહે.હળવદ માળીયા રોડ હળવદ બાયપાસ ઇન્ડિયન પેટ્રોલ પંપની પાછળ પડતર જમીનના છાપરામાં વાળાને પકડી લઈ બંને આરોપીઓએ ચોરી કરેલ એક સોનાનો ઢાળીયો આશરે ૩૬.૯૨૫ ગ્રામ તથા એક ચાંદિનો ઢાળીયો આશરે ૮૫ ગ્રામનો મુદ્દામાલ પરત મેળવી કુલ બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









