MORBI:મોરબી હાઈવે રોડ પર ના સર્વિસ રોડ ની ગટર અને રોડ મરામત કરવા નીતિન ગડકરી કરીને રજૂઆત
MORBI:મોરબી હાઈવે રોડ પર ના સર્વિસ રોડ ની ગટર અને રોડ મરામત કરવા નીતિન ગડકરી કરીને રજૂઆત
મોરબીના રોડ રસ્તા ની હાલત તો ખરાબ છે ત્યારે મોરબીના નેશનલ હાઈવે ની પણ હાલત ખરાબ છે જેના કારણે લોકોએ આંદોલન કરવા પડી રહ્યા છે. રોડ રસ્તા રોકવા પડી રહ્યા છે.ત્યારે હવે સીરામીક એસોસિએશને પણ નેશનલ હાઇવે ૨૭ ( 8-A) સર્વિસ રોડની ગટર સફાઈ અને રોડ મરામત કરવા રજૂઆત કરી છે.નેશનલ હાઇવે ૨૭(૮એ) સર્વિસ રોડની ગટરની સફાઇ અને રોડની સફાઈ આજદિન સુધી થયેલ ન હોવાથી આ સર્વિસ રોડની ગટર સફાઈ અને રોડ મરામત બાબતે મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ દ્વારા નીતિન ગડકરીને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે વિશ્વ વિખ્યાત મોરબી સિરામિક ઉદ્યોગમાથી ૨૭ નંબર નો હાઇવે પસાર થાય છે. આ હાઇવે પર દૈનિક ૮૦૦૦ ટ્રકની આતાયાત થાય છે. વાર્ષિક ૬૦ હજાર કરોડનુ ટર્નઓવર ધરાવતા સિરામિક ઉદ્યોગની ગતિશક્તિ અવરોધાય છે. હાલમાં ફોરલેન રો ની જગ્યા એ ૬ લેન રોડ ની જરૂરિયાત છે.માળીયા થી વાંકાનેર સર્વિસ રોડની ગટર ની સફાઇ આજ દિન સુધી થયેલી નથી. જેના લિધે વરસાદી પાણી રોડ પર ફરી વળે છે તેથી સારો અને ટકાઉ રોડ ની આવડદા ઘટી ને તુટી જાય છે અને ટ્રાફિક ના પ્રશ્નો ઉભા થાય છે. સિરામિક ટાઇલ્સ માટી માંથી બનતી હોય ટાઇલ્સ માં બ્રેકેજ આવે છે.ઉપરાંત ટ્રક અને ટ્રાન્સપોર્ટ વારા આવતા દિવસોમાં આ ખાડા વારા રોડ ને લિધે રોડ નહી તો ટોલ નહી એવા સુત્રો સાથે હડતાલ કરશે તેવી વાતો વહેતી થઇ છે. માટે ત્વરિત આ ગટર ની સફાઇ તથા રોડ ની મરામત તાત્કાલિક કરવા માંગ કરી છે.