MORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારા નજીક કારખાનામાંથી સગીરાનું અપહરણ કરનાર, મદદગારી કરનાર બે આરોપી ઝડપાયા

 

TANKARA:ટંકારા નજીક કારખાનામાંથી સગીરાનું અપહરણ કરનાર, મદદગારી કરનાર બે આરોપી ઝડપાયા

 

 

ટંકારાના ભીમનાથ નજીક કારખાનામાંથી સગીરવયની બાળાનુ અપહરણ કરનાર તેમજ ગુનામાં મદદગારી કરનાર આરોપીઓને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.


ફરીયાદીની સગીરવયની બાળાને આરોપી ભાવેશભાઈ વરશીભાઈ ચાવડા રહે.કોટડીયા તા.જામ ખંભાળીયા જી.દેવભુમિદ્વારકા વાળો ફરીયાદીના વાલીપણામાંથી લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી લઇ ગયેલ હોય જે ગુનાના કામે હ્યુમન સોર્સીલ તેમજ ટેકનીકલ સોર્સીસ આધારે ટંકારા પોલીસને બાતમી મળેલ કે, આરોપી ભોગબનનારને ભગાડી અપહરણ કરી રાજસ્થાન રાજયના પાલી જિલ્લાના ખીવાડા (પાચોટીયા) ગામે લઇ ગયેલ હોય અને ત્યા મજુરી કામ કરતો હોવાની બાતમીના આધારે પોલીસ ટીમને રાજસ્થાન ખાતે તપાસમાં મોકલતા આરોપી તથા ભોગબનનાર બન્નેને રાજસ્થાન રાજયના પાલી જિલ્લાના ખીવાડા (પાચોટીયા) ગામેથી હસ્તગત કરી ટંકારા પોલીસ સ્ટેશન ખાતે લાવી આરોપી ભાવેશ વજશીભાઈ ચાવડાની ધરપકડ કરવામાં આવેલ છે. તેમજ આ ગુનામાં આરોપી ભોગબનનારને ભગાડી જવામાં મદદગારી કરનાર તરીકે ગોરધનભાઇ ઉર્ફે રાહુલ પ્રવિણભાઈ ચાવડા રહે.કોટડીયા તા.જામ ખંભાડીયા જી.દેવભુમી દ્રારકા વાળાનુ નામ ખુલતા સહ આરોપીને જામનગર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Back to top button
error: Content is protected !!