SABARKANTHA

હિંમતનગર ખાતે સરકારી શાળાના બાળકો માટે “નાણાકીય સાક્ષરતા” પર ક્વીઝનું આયોજન કરાયું

હિંમતનગર ખાતે સરકારી શાળાના બાળકો માટે “નાણાકીય સાક્ષરતા” પર ક્વીઝનું આયોજન કરાયું

 

******

 

 

 

ભારતની જી-૨૦ અધ્યક્ષતા હેઠળ રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા માટે જી-૨૦ ના સહ યજમાન તરીકે જી-૨૦ બેઠકો દરમિયાન જનભાગીદારી કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત સમગ્ર શિક્ષા ગાંધીનગરની પ્રેરણાથી જિલ્લા પ્રોજેક્ટ કચેરી સાબરકાંઠા દ્વારા સરકારી શાળાના બાળકો માટે “નાણાકીય સાક્ષરતા” પર ક્વીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા કક્ષાની સ્પર્ધા ૧૯ જૂન ૨૦૨૩ના રોજ બીઆરસી કોર્ડીનેટર દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

 

જેમાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ ટીમ માટે જિલ્લા કક્ષા ની સ્પર્ધા બી આર સી ભવન હિંમતનગર કાંકણોલ ખાતે યોજાઈ હતી. જેમાં ખેડબ્રહ્માની દીધીયા, વડાલીની કડીયાદરા સ્ટેશન, પોશીનાની લાંબડીયા, વિજયનગરની વિજયનગર-૨, ઈડરની લાલોડા, પ્રાંતિજની બાલીસણા, તલોદની અણિયોડ પ્રાથમિક શાળાઓ અને હિંમતનગરની લીખી માધ્યમિક શાળાએ ભાગ લીધેલ હતો.

 

જિલ્લા કક્ષાએ ૬ થી વધુ ટીમો હોવાથી એલિમિનેશન રાઉન્ડ લેખિત કસોટીના રૂપમાં યોજાયો હતો. ત્યારબાદ ૬ ટીમ નો ૪-૫ રાઉન્ડ સાથે સ્ટેજ ક્વિઝ લેવામાં આવી હતી.

 

જેમાં પ્રથમ ક્રમે વિજયનગરની વિજયનગર-૨ પ્રાથમિક શાળા, બીજા ક્રમે ખેડબ્રહ્માની દુધિયા પ્રાથમિક શાળા અને ત્રીજા ક્રમે હિંમતનગરની લીખી સરકારી માધ્યમિક શાળા સફળ રહી હતી. આ કાર્યક્રમના અંતે વિજેતા ટીમને પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવનાર ટીમને રૂપિયા ૧૦૦૦૦/- દ્વિતીય ટીમને રૂપિયા ૭૫૦૦/- અને તૃતીય ટીમને રૂપિયા ૫૦૦૦/- ઇનામ રિઝર્વ બેન્ક ઇન્ડિયા તરફથી આપવામાં આવેલ હતો.

 

આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી હર્ષદ ચૌધરી, જિલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટરશ્રી શૈલેષ વ્યાસ, બીઆરસી કોર્ડીનેટરશ્રી ચિરાગભાઈ પટેલ, પિયુષભાઈ જોશી, ધવલભાઇ પટેલ અને ભાનુભાઈ પટેલ અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિશ્રી યશરાજ વૈષ્ણવ, બી.ઓ.બી બેંક મેનેજરશ્રી રાજેશ સુથાર સહિત અધિકારિઓ અને વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

જયંતિ પરમાર સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!