ENTERTAINMENT

‘Leo’ ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું

બોલિવૂડ એક્ટર સંજય દત્ત તેની દમદાર એક્ટિંગ માટે જાણીતો છે. અભિનેતા ટૂંક સમયમાં જ ફિલ્મ ‘Leo’માં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મનું નિર્દેશન લોકેશ કનાગરાજે કર્યું છે. હવે આ ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.

આ પોસ્ટરમાં, થલાપતિ વિજય અને સંજય દત્તની ટક્કર બતાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મની રિલીઝમાં માત્ર એક મહિનો બાકી છે. તો હવે ફિલ્મ મેકર્સે ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે અને તે જોરશોરથી ચાલી રહ્યું છે.

આ ફિલ્મ દ્વારા સંજય દત્ત તમિલમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. ‘લિયો’નું પહેલું પોસ્ટર સંજય દત્તે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યું છે. આ પોસ્ટરમાં જોઈ શકાય છે કે વિજય અને સંજય દત્ત ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. પોસ્ટરમાં વિજય સંજય દત્તનું ગળું પકડીને હુમલો કરતો જોવા મળે છે.

પહેલા એવા અહેવાલ હતા કે આ ફિલ્મમાં સંજય દત્ત એન્ટની દાસની ભૂમિકા ભજવશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તે આ ફિલ્મમાં વિજયના પિતાની મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. હવે આ પોસ્ટર જોયા પછી, તે જોવાનું ખૂબ રસપ્રદ રહેશે કે આ ફિલ્મમાં પિતા અને પુત્રની જોડી કેવા સંબંધો શેર કરવા જઈ રહી છે.

સંજય દત્તે તેની આગામી ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર રિલીઝ કરતાની સાથે જ તેના ચાહકોએ તેના પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું. એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘બિગ હિન્દી એક્ટર સંજય દત્ત vs બિગ સાઉથ એક્ટર થલાપતિ વિજય. ‘લિયો’ સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ હશે. બીજાએ લખ્યું, ‘ફિલ્મની રાહ નથી જોઈ શકતો’. ત્રીજા યુઝરે કોમેન્ટમાં લખ્યું, ‘થાલા અને સંજય દત્તના કોમ્બોની રાહ જોઈ રહ્યા છીએ’.

સંજય દત્ત અને થલાપતિ વિજયની આ ફિલ્મ 19 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ‘લિયો’માં વિજય અને સંજય સિવાય ત્રિશા, અર્જુન, ગૌતમ વાસુદેવ મેનન, પ્રિયા આનંદ, મિસ્કીન જેવા ઘણા કલાકારો જોવા મળવાના છે. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અનુરાગ કશ્યપ ફિલ્મમાં કેમિયો રોલ કરશે. ‘લિયો’ તમિલ, તેલુગુ, હિન્દી, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!