GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના પીપળી ગામ નજીકથી વિદેશી દારૂ બીયરના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયાં

MORBI:મોરબીના પીપળી ગામ નજીકથી વિદેશી દારૂ બીયરના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયાં

 

 

મોરબી જેતપર રોડ પર પીપળી ગામ સામે કાચાં રસ્તે વિનાયક વે બ્રીજની પાછળ પાટીદાર સ્ક્રેપની બાજુમાં ખરાબમાંથી વિદેશી દારૂ બીયર મળી કુલ કિં રૂ. ૩૭,૦૦૦ ના મુદ્દામાલ સાથે બે ઈસમોને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયા છે જ્યારે બે શખ્સો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસને સંયુક્તમા મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબી જેતપર રોડ પર પીપળી ગામ સામે કાચાં રસ્તે વિનાયક વે બ્રીજની પાછળ પાટીદાર સ્ક્રેપની બાજુમાં ખરાબમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૨ કિં રૂ.૨૧,૬૦૦ તથા બીયર ટીન નંગ -૭૦ કિં રૂ. ૧૫,૪૦૦ મળી કુલ કિં રૂ.૩૭૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી ઇમ્તીયાજભાઇ મુસ્તુફાભાઇ સિપાઇ (ઉ.વ.૩૮) રહે. મોરબી પંચાસરરોડ જનક સોસાયટી બ્લોકનં -૧૨૨ આરીફભાઇના મકાનમાં મુળ હળવદ જંગરીવાસ તા.હળવદ તથા ધૃવભાઇ કાંન્તીલાલ ફુલતરીયા (ઉ.વ.૩૭) રહે.રવાપર બોનીપાર્ક શેરી નં-૨ મુળગામ તરઘરી તા.મોરબીવાળાને એલસીબી પોલીસે ઝડપી પાડી આરોપીઓની પૂછપરછ કરતાં અન્ય બે શખ્સો જનકસીહ ઝાલા રહે. રંગપર તા.જી.મોરબી તથા રાજસ્થાની ડ્રાઇવરનુ નામ ખુલતા કુલ ચાર શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!