GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા પૈસાની લેતી-દેતી મામલે યુવક ઉપર બે શખ્સોએ હુમલો કર્યો 

 

TANKARA:ટંકારા પૈસાની લેતી-દેતી મામલે યુવક ઉપર બે શખ્સોએ હુમલો કર્યો

 

 

ટંકારામાં રહેતો યુવક કે જે મોરબીમાં રહેતા બે સગા ભાઈ પૈકી એક પાસે રૂપિયા માંગતો હોય અને બીજા ભાઈને રૂપિયા આપવાના હોય જે મામલે મોરબીના બે સગા ભાઈઓ ટંકારા ખાતે જઈ યુવક પાસે પોતાના રૂપિયાની ઉઘરાણી કરી યુવક ઉપર છરી તથા ધોકા વડે હુમલો કર્યો હતો. અને યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી બંને ભાઈઓ સ્થળ ઉપરથી નાસી ગયા હતા. બનાવ મામલે ભોગ બનનાર યુવક દ્વારા ટંકારા પોલીસ મથકમાં બંને સગા ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર ટંકારાની ખીજડીયા ચોકડી પાસે રહેતા રફીકભાઈ આદમભાઈ માડકીયા ઉવ-૩૮ એ ટંકારા પોલીસ મથકમાં મોરબી રહેતા આરોપી શાહરૂખ આરીફભાઈ પરમાર તથા ઇરફાન આરીફભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ફરિયાદી રફીકભાઈએ આરોપી આરીફભાઈના ભાઈની ગાડીના ત્રણ હપ્તા રૂપિયા ૪૬,૫૦૦/- ભર્યા હોય જ્યારે આરોપીએ અગાઉ રફીકભાઈને હાથ ઉછીના ૫૦ હજાર આપ્યા હોય જેથી આરોપી આરીફભાઈ અને તેનો ભાઈ ઈરફાન પોતે આપેલ હાથ ઉછીના રૂપિયા લેવા ટંકારા જઇ રફીકભાઈ પાસે રૂપિયાની માંગણી કરી હતી જેથી રફીકભાઈએ કહેલ કે તેના ભાઈ પાસે હું ગાડીના હપ્તા પેટે મંગુ છું તે લઈ લેજો જે આરોપીઓને સારું નહીં લાગતા આરોપી આરીફ અને ઈરફાને છરી અને ધોકાથી રફીકભાઈ ઉપર હુમલો કર્યો હતો. જે હુમલામાં રફીકભાઈને છરીના બે ઘા મારી લાકડાના ધોકાથી હાથમાં ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!