દાંતા-અંબાજી માર્ગ પર ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ સેવા કેમ્પોનું નિરીક્ષણ કરી યાત્રિકોને ભોજન પીરસ્યું
3 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫ સેવાકીય પ્રવૃતિઓ કરતા આયોજકોને અભિનંદન પાઠવતા મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી.રાજ્ય ગૃહ મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ અંબાજી માર્ગ સ્થિત વિવિધ સેવા કેમ્પની મુલાકાત લીધી હતી. તેમણે અંબાજી માર્ગ સ્થિત વિવિધ સેવા કેમ્પની સેવાઓનું નિરીક્ષણ કરી યાત્રિકોને ભોજન પીરસ્યું હતું. તેમણે વડગામ તાલુકાના ધોરી સ્થિત પી.એન.માળી ફાઉન્ડેશન સેવા કેમ્પ, રાધે મિત્ર મંડળ મહેસાણા પગપાળા સંઘ, જય જલિયાણા સેવા કેમ્પ, જય અંબે સેવા કેન્દ્ર, સિધ્ધ હેમ સેવા કેમ્પ તથા ભાદરવી સેવા કેમ્પ ખાતે વિવિધ સેવાઓનું નિરીક્ષણ કરી યાત્રિકોને ભોજન પીરસી ધન્યતા અનુભવી હતી. મંત્રીશ્રીએ યાત્રિકો સાથે સંવાદ સાધી મહા મેળાના ભક્તિમય માહોલના રંગે રંગાયા હતા. આ પ્રસંગે મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ બોલ માડી અંબે જય જય અંબે નાદ સાથે જણાવ્યું કે, ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે સેવાકીય પ્રવૃતિઓ સરાહનીય છે. તેમણે સેવાકીય પ્રવૃતિઓ કરતા આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મેળામાં લાખો યાત્રિકો ઉમટી રહ્યા છે. જેની સેવા સુવિધાઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પો ઉભા કરવામાં આવ્યા છે. દાંતા અંબાજી રોડ પર દર વર્ષે બહોળી સંખ્યામાં સેવા કેમ્પનું લગાવવામાં આવે છે. જેમાં ચા નાસ્તો ,ભોજન અને વિસામાની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. જેનો લાખો યાત્રિકો લાભ લે છે.