GUJARATMEGHRAJ

અરવલ્લી : મેઘરજ પોસ્ટ ઓફિસથી ઘાંચીવાડા તરફ જતા સીસી રોડ કામ મામલે ટીડીઓએ તલાટી અને સરપંચને નોટિસ પાઠવી.

યોગ્ય અને સંતોષકારક ખુલાસો રજૂ કરવામાં નહીં આવે તો પંચાયત ધારાની કલમ હેઠળ કાર્યવાહી કરવાનો પણ નોટિસમાં ઉલ્લેખ 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મેઘરજ પોસ્ટ ઓફિસથી ઘાંચીવાડા તરફ જતા સીસી રોડ કામ મામલે ટીડીઓએ તલાટી અને સરપંચને નોટિસ પાઠવી.

યોગ્ય અને સંતોષકારક ખુલાસો રજૂ કરવામાં નહીં આવે તો પંચાયત ધારાની કલમ હેઠળ કાર્યવાહી કરવાનો પણ નોટિસમાં ઉલ્લેખ

અરવલ્લી જિલ્લાના વિકાસ માટે અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીની નેતૃત્વમાં દેખરેખ હેઠળ અરવલ્લી જિલ્લાના તાલુકા સહીત અંતરિયાળ વિસ્તારના ગામડાઓનો વિકાસ કરવા માટે રાજય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ વિકાસ માટે ફાળવવામાં આવે છે ત્યારે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી ભ્રષ્ટાચાર ની માયાજાળ ફેલાવી વિકાસના કામોને માત્ર કાગળ ઉપર બતાવી આખો કરોડો રૂપિયા ચાઉં કરી જતા હોવાનું જીવતો જાગતો પુરાવો કેટલાક દિવસ અગાઉ મેઘરજમાં પ્રકાશિત થયો છે જેમાં મેઘરજ પોસ્ટ ઓફિસ થી ઘાંચીવાડા તરફ જતો રસ્તો આખો કાગળ ઉપર દર્શાવી એક પણ પ્રકારનું કામ ન કરતા પ્રજાજનોમાં ભારે રોશ ફેલાયો હતો આ મામલે જાગૃત નાગરિકે ટીડીઓને રજૂઆત કરતા મેઘરજ તાલુકા વિકાસ અધિકારીએ મેઘરજ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને નોટિસ પાઠવી દિન 3માં ખુલાસો રજૂ કરવા તાકીદ કરી છે અને જો ખુલાસો રજૂ કરવામાં નહીં આવે તો પંચાયત ધારાની કલમ હેઠળ કાર્યવાહી કરવાનો પણ નોટિસમાં ઉલ્લેખ કર્યો છે.

 

મેઘરજ ગામ પંચાયત દ્વારા 15 માં નાણાપંચ યોજના અંતર્ગત મેઘરજ ગામ પંચાયત વિસ્તારમાં વિકાસના કામો કરવા માટે અને પ્રજાજનોને અડચણરૂપ ન થાય તે માટેની સુલાહકારી માટે જિલ્લા વિકાસ અધિકારી અને રાજ્ય સરકારના સીધી દેખરેખ હેઠળ ફૂટપાથ સહિત માર્ગ અને રસ્તાઓ મળી રહે તે માટે મેઘરજ ગામ પંચાયતને પોસ્ટ ઓફિસ થી ઘાંચીવાડા સુધી રૂ. 3 લાખના ખર્ચે અલગ અલગ ત્રણ તબક્કામાં બીલો પણ એજન્સીઓને ચૂકવી દેવામાં આવ્યા છે જેમાં ઈજનેરે સ્થળ તપાસ કર્યા વિના બારોબાર ઓનલાઇન પેમેન્ટ પણ ચૂકવી દીધું હોવાના પુરાવા સામે આવતા મેઘરજ તાલુકા વિકાસ અધિકારીએ આ મામલે સ્થળ તપાસ કરતા હાલ પણ આ ચૂકવાયેલ બિલના લોકેશનમા આજે પણ ઢીંચણસ અને કાદવ કીચડથી ખડબડતો જૂનો સીસી માર્ગ હયાત છે આ મામલે તપાસ કરતા માર્ગ બન્યો ન હોવાનું તપાસના અંતે બહાર આવતા તાલુકા પંચાયતના એન્જિનિયરની પણ આ મામલે ગંભીર બેદરકારી અને સંડોવણી હોવાના આક્ષેપ પ્રજાજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે આ મામલે મેઘરજ ગ્રામ પંચાયતના તલાટી કમમંત્રી અને સરપંચ ઉપર મેઘરજ તાલુકા વિકાસ અધિકારીએ કારણદર્શક નોટિસ ફટકારી દિન ત્રણમાં ખુલાસો આપવા આદેશ કર્યો છેં અને જો કારણ દર્શક નોટિસનો દિન ત્રણમાં ખુલાસો આપવામાં નહીં આવે અને જો સંતોષકારક ખુલાસો ન જણાય તો પંચાયત અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવશે જેને લઇ હવે અન્ય સરપંચો અને તલાટી કમ મંત્રીઓમાં તાલુકામાં ફફરાટ ફેલાયો છે ત્યારે મેઘરજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ મામલે ગંભીરતા દાખવી કડક દાખલો બેસાડવામાં આવે તો તાલુકામાં થતો ભ્રષ્ટાચાર ચોક્કસપણે નિવારી શકાશે તેવી પ્રજામાં માંગ ઉઠી છે ત્યારે મેઘરજ તાલુકો અંતરિયાળ તાલુકો હોવાથી કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાકટરો સરકારની તિજોરીઓ ખાલી કરી રહ્યા હોવાની બૂમો ઉઠી છે જેમાં મોડેસ ઓપરેન્ટન્સી એવી અજમાવે છે જેમ કે ઉદાહરણ તરીકે…. પોસ્ટ ઓફિસથી પ્રા. શાળા તરફ જતો સીસી રોડ… એ એક યોજનામાં મંજુર થયેલ હોઇ છે છતાં એનેજ લોકેશન ઉંધુ કરીને જેમકે પ્રા. શાળા તરફથી પોસ્ટ ઓફિસ સુધી સીસી રોડ.આમ એકને એક માર્ગના બે થી ત્રણ યોજનાઓમાં બીલો મંજુર કરાવી સરકારની તિજોરીઓ ખાલી કરવાની ગ્રામ્ય વિસ્તારોમાં મોડેસ ઓપરેન્ટ્નસી અપનાવી રહ્યા છેં ત્યારે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને સરપંચો તેમજ તલાટી કમ મંત્રીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો આવા ભ્રષ્ટાચારો ચોક્કસપણે નાબૂદ કરી શકાશે.

Back to top button
error: Content is protected !!