GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ઝીંઝુડા ગામે ગાળો ન બોલવા  સમજાવવા જતા યુવક સહિત બે વ્યકિતને ત્રણ શખ્સોએ ધોકા વડે માર માર્યો 

MORBI:મોરબીના ઝીંઝુડા ગામે ગાળો ન બોલવા  સમજાવવા જતા યુવક સહિત બે વ્યકિતને ત્રણ શખ્સોએ ધોકા વડે માર માર્યો

 

 

મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે અકબરભાઈની પાન મસાલાની દુકાન નજીક યુવકે આરોપીને ગાળો બોલવા સમજાવવા જતા આરોપીઓએ યુવકને તથા સાથી મોહમંદ હુસેનભાઇને ધોકા વડે તથા ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે રહેતા સબીરભાઈ હુસેનભાઇ નોડે (ઉ.વ.૪૦) એ આરોપી સલીમભાઈ સેડાત તથા અનવરભાઇ સેડાત અને આમીન કરીમભાઈ મિયાણા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિએ દુકાન પાસે ગાળો ન બોલવા સમજાવવા જતા આરોપી આમીનએ પોતાના હાથમાં રહેલ લાકડાના ધોકા વતી એક ઘા ફરીયાદિના માથાના પાછળના ભાગે ચારથી પાંચ ટાંકા લાવી તથા આરોપી સલીમ તથા અનવરએ ફરીયાદી તથા સાથી મોહમંદ હુશેનભાઈને ઢીંકા પાટુનો માર મારી મુંઢ ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!