MORBI:મોરબી પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને ‘પાસા’ તળે જેલ હવાલે




MORBI:મોરબી: પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને ‘પાસા’ તળે જેલ હવાલે

મોરબી: જિલ્લામાં દારૂબંધીના ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે લાલઆંખ કરતા પોલીસ તંત્રે બે રીઢા ગુનેગારોને પાસા (PASA) હેઠળ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. મોરબી સીટી એ-ડિવિઝન પોલીસની દરખાસ્તને પગલે જિલ્લા મેજિસ્ટ્રેટે વોરંટ ઇશ્યુ કરતા એલ.સી.બી. ટીમે બંને શખ્સોની અટકાયત કરી સુરત અને વડોદરા જેલ હવાલે કર્યા છે.

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન (દારૂબંધી)ના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોખાણા ગામના બે શખ્સો સામે પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્તને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરી આપી પાસા વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યા હતા.પકડાયેલા આરોપીઓ:૧. રાજુભાઇ પરબતભાઇ મોરી (ઉ.વ. ૨૪): રહે. મોખાણા, તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા.
૨. કમલેશ ઉર્ફે રાણો ડાયાભાઈ ઉલવા (ઉ.વ. ૩૪): રહે. મોખાણા, તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા.
પોલીસની કાર્યવાહી મોરબી એલ.સી.બી. (LCB) પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી બંને સામાવાળાઓને ઝડપી પાડ્યા હતા. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ:
રાજુભાઈ મોરીને લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મોકલવામાં આવ્યો છે.કમલેશ ઉર્ફે રાણાને મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે ધકેલી દેવામાં આવ્યો છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે આગામી સમયમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવો સંકેત પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે.




