GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા છોટા હાથીમા ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયા

TANKARA:ટંકારા છોટા હાથીમા ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયા
ટંકારા પોલીસે પૂર્વ બાતમીને આધારે છોટાહાથી વાહનમાં ચોરખાનું બનાવી તેમાં વિદેશી દારૂની નાની ૪૮૦ બોટલ રાખી તેની હેરાફેરી કરતા રાજકોટના બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા..
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મીતાણા ચોકડી પાસેથી છોટા હાથી જીજે ૩૫ ટી ૧૭૭૫ ને રોકી તલાશી લેતા ડ્રાઈવર સીટ બાજુની સીટમાં ચોર ખાનું બનાવી છુપાવી રાખેલ ઈંગ્લીશ દારૂના ચપલા નંગ ૪૮૦ કીમત રૂ ૪૮,૦૦૦ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો અને છોટા હાથી સહીત કુલ રૂ ૧.૬૮ લાખનો મુદામાલ જપ્ત કરી આરોપી અતુલ ગોરધન વેકરીયા અને ભાવિન હસમુખ અગ્રાવત રહે બંને રાજકોટ વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે







