અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ : ખેડૂતનો એક જ રાતમાં મકાઈનો પાક નષ્ટ થયો…!! જંગલી ભૂંડના ટોળાનો ત્રાસ વધ્યો
હાલ જગતનો તાત કંઈક ને કંઈક પરિસ્થિતિ થી ઘેરાયેલો છે અને ચિંતિત થયો છે. કેટલીક વાર કુદરતી ઘટનાઓ અને આકસ્મિત ઘટનાઓ થી પાક ને નુકશાન થતું હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે
હાલ એક એવી ઘટના સામે આવી છે જેમાં ખેડૂતના જણાવ્યા મુજબ મેઘરજ તાલુકાના નારણપુર ગામે 2 વીઘા જમીન માં ચોમાસા પાક તરીકે મકાઈ ની વાવણી કરવામાં આવી હતી અને ધીરે ધીરે મકાઈનો પાક તૈયાર થઇ પણ ગયો હતો અને જંગલી પ્રાણીઓ દ્વારા પાકને નુકશાન ન થાય તે માટે ચારે બાજુ તાર બાંધવામાં આવ્યા હતા પરંતુ રાત્રીના સમયે એકાએક જંગલી ભૂંડનું ટોળું ખેતરમાં ઘુસી જતા ખેતરમાં તૈયાર થયેલ પાક જમીન દોસ્ત કરી નાખતા ખેડૂતના માથે આભ ફાટ્યું હોય તેવો ઘાટ છે ત્યારે હાલ તો ખેડૂત ને મોટા પ્રમાણમાં નુકશાન પોહ્ચ્યું છે.ફોરેસ્ટ વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરી જંગલી ભૂંડને પકડી સુરક્ષિત જગ્યાએ મુકવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે