મહિલાઓ માટે અવિરત કાર્યરત 181 હેલ્પલાઇન
** પતિ સાથે ઝગડો થતા પિયરમાં આવેલ ગર્ભવતી પીડિતા અને પતિનું કુશળ કાઉન્સિલિંગ દ્વારા અભયમ ટીમે સમાધાનકારી નિરાકરણ લાવેલ**
**પિયરમાં આવેલ શ્રીમંત સંસ્કારના પ્રસંગની ચિંતિત પીડિતાની મદદે આવી અભયમ ટીમ***
તારીખ :-25/07/2025 ના રોજ રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકામાથી મહિલા હેલ્પ લાઇન માં પીડીત મહિલા નો કોલ આવતા જણાવેલ કે તેઓ સાત મહિના ગર્ભવતી હોઈ પતિ અવર નવર નાની નાની બાબતે જધડા ઓ કરતા હોઈ તેથી બહેન તેમના પિયર છેલ્લા 5 દીવસ થી રિસામણે હોઈ તેથી પતિ ને સમજાવવા મદદ માંગેલ … ત્યાર બાદ 181 ની વાન તુરંત ઘટના સ્થળ પર પહોંચી પીડિતા સાથે રૂબરૂ વાતચીત કરેલ . પીડિતાએ જણાવેલ તેમના લગ્ન ને એક વર્ષ થયેલ હોય, તેઓ હાલ સાત મહિના ગર્ભવતી હોય, પતી અવાર નવાર નાની નાની બાબતે ઝઘડા ઓ કરતા હોઈ તેથી તેઓ તેમના પિયર અગાઉ પણ રિસામણે ગયેલ હોઈ,તેમજ છેલ્લા પાંચ દિવસ થી તેઓ ફરી ઝઘડો થતા પિયર ગયેલ હોઈ તથા તેમનું શ્રીમંત સંસ્કાર હોઈ તેથી તેઓ તેમના પતિ ને ફોન કરતાં હોઈ , કે કઈ રીતે વ્યવસ્થા કરવી, ગોઠવણી કરવી , પરંતુ પીડીતાએ જણાવેલ કે,તેમના પતિ સરખા જવાબ આપતા ન હોઈ તેથી આજરોજ તેમને સમજાવવા માટે મદદ માંગેલ હોઈ.. ત્યાર બાદ પીડિતા ના પતી સાથે રૂબરૂ વાતચીત કરેલ, પતી નું કાઉન્સિલિંગ કરતા તેઓ યે જણાવેલ કે તેમની પત્નિ ગમે તેમ બોલે છે અપશબ્દો ગાળો બોલે છે એટલે તેમનો હાથ ઉપાડેલ હોઈ અને બંને વચ્ચે ઝઘડાં થાય છે, પીડિતા ને પણ સમજાવેલ કે અપશબ્દો ગાળો ન બોલવા અને તેમના પતિ ને પણ સમજાવેલ હોઈ તેમની પત્નિ ગર્ભવતી હોઈ સરખી રીતે રાખવા જણાવેલ તથા મર પિટ કે હાથ નહિ ઉપાડવા, તેમજ કાયદાકીય જરૂરી માર્ગદર્શન આપેલ, લાંબા પરામર્શ બાદ પીડિતા ના પતી એ જણાવેલ કે તેઓ હવે તેમની પત્નિ ને સરખી રીતે સુખ સાંતી થી રાખશે તથા તેમના દ્વારા કોઈ પણ જાત ની હેરાનગતી કરવામાં નહીં આવે,
આમ પતિ પત્નીના કુશળ કાઉન્સિલિંગ દ્વારા સમાધાનકારી નિરાકરણ લાવવામાં આવેલ
_____________
regards
bharat g.bhogayata
Journalist (gov.accredate)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)