WANKANER:વાંકાનેર મેસરિયા ગામના ખેડૂતોની મરજી વિરુદ્ધ વીજપોલ ઉભા કરવા માટે GETCO ની દાદાગીરી
ખેડૂતો પોતાની જમીન બચાવવા સારું હાઇકોર્ટનાં શરણે
પોતાની માલિકીની જમીન બચાવવા સારું ખેડૂતો ન્યાય માટે કોર્ટના શરણે જતા GETCO કંપની એ તારીખ પડે એ પહેલાં કામ પૂરું કરવા પોલીસ પ્રોટેક્શન સાથે ખેડૂતોનાં ખેતરોમાં ઘુસ્યા!
વાંકાનેર:એક સમય હતો ત્યારે લોકો પોતાની મરજી મુજબ પોતાનાં ગામ મહોલ્લામાં પોતાના હક માટે અવાજ ઉઠાવી શકતા હતા ને પોતાનો હક મેળવીને જ જંપતા હતા.એટલે આજે પણ કહેવાય છે કે “ન્યાય જુવો હોઈ તો જુવો મલાવ તળાવ”પરંતુ આજે ન્યાય માટે લોકો સરકાર પાસે અપેક્ષા રાખી શકતી નથી.લોકો સામાન્ય બાબતમાં પણ નામદાર કોર્ટના શરણે જવું પડે છે. જો સરકાર ધારે તો મોટાભાગના કેસ સરકારી કર્મચારી દ્વારા પણ ઉકેલી શકાય તેમ છે.પરંતુ સરકાર અને પ્રાઇવેટ કંપનીઓની મિલીભગતના કારણે આજે લોકો ન્યાય માટે કોર્ટના શરણે જવા માટે મજબુર બની રહી છે.
આવો જ એક કિસ્સો મેસરિયા ગામે સામે આવ્યો છે. મેસરિયા ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ સૂર્યોદય યોજના અંતર્ગત ઘીયાવડથી મેસરિયા તરફ આવતી વીજ લાઇન ને ઉભી કરવા બાબતે જ્યારે જમીન સર્વેની કામગીરી ચાલી રહી હતી ત્યારે ગ્રામ પંચાયત કે ગામના કોઈ પણ નાગરિકોને જાણ કર્યા વગર રાતોરાત આપ મેળે GETCO કંપનીના સર્વેયરે લાઇન મેપ બનાવી નાખ્યો.ગેટકો કંપનીના અધિકારીઓ જ્યારે ખેડૂતના ખેતરોમાં JCB લઈને વીજપોલ ઉભા કરવા આવે ત્યારે ખેડૂતોને જાણ થઈ કે એમના ખેતરમાં વીજપોલ ઉભા થઇ રહ્યા છે.
મેસરિયા ગામના ખેડૂતોને જ્યારે ખબર પડી કે વીજપોલની લાઇન “સી” આકારની કરી ત્રાસી લઈ રહ્યા છે.જે વીજપોલ ને સીધી લાઈનમાં ઉભા કરવામાં આવે તો ઘણા ખેડૂતોની જમીન બચી શકે તેમ છે. ખેડૂતોની રોજીરોટી સમાન પોતાની જમીન બચાવવા મેસરિયા ગામના ખેડૂતો આજે ગુજરાત નામદાર હાઇકોર્ટમાં કેસ લડી રહ્યો છે.
ખેડૂતોએ હાઇકોર્ટમાં કેસ દાખલ કરતાની સાથે જ GETCO કંપમનીનાં અધિકારીઓ જે કામ બે વર્ષથી બંધ હતું એ કામ પૂરું કરવા ખેડૂતોની જમીનમાં JCB સાથે આવી પહોંચ્યા હતા.ખેડૂતોએ પોતાની જમીનમાં થાંભલાઓ ઉભા ન કરવા આજીજી કરતા GETCO કંપનીના અધિકારીઓ પ્રાઇવેટ પોલીસ પ્રોટેક્શન સાથે આવી પોહચ્યા હતા.હાલ તો ખેડૂત એક થઇ પોતાની જમીન બચાવવા માટે પોતાની લડાઈ લડી રહ્યા છે.ત્યારે જોવાનું રહ્યું કે હવે નામદાર કોર્ટ શુ ચુકાદો આપે છે.