શહેરા તાલુકાના નવા વલ્લભપુર ગામ ખાતેથી ડીગ્રી વગર દવાખાનુ ચલાવનાર પરપ્રાંતિય ઇસમને એલોપેથીક દવાઓના જથ્થા તથા મેડીકલના સાધનો સાથે પકડી પાડતી ગોધરા એસ.ઓ.જી. પોલીસ
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા જયદીપસિંહ જાડેજા સાહેબ I/C પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરા નાઓએ પંચમહાલ જીલ્લામા માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર દવાખાનુ ખોલી લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરતા હોય તેવા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કરવા સારુ જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને આર.એ. પટેલ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. શાખા પંચમહાલ ગોધરા નાઓએ એસ.ઓ.જી. શાખાની અલગ અલગ ટીમો બનાવી પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એન.પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.જી.વહોનીયા તથા એસ.ઓ.જી. સ્ટાફને આ બાબતે બાતમી હકીકત મેળવી કામગીરી કરવા સુચના આપેલ.ઉપરોક્ત સુચના આધારે એસ.ઓ.જી. સ્ટાફ મેડીકલ ઓફીસરની ટીમને સાથે રાખી શહેરા તાલુકાના નવા વલ્લભપુર ગામે માછી ફળીયામાં કોઇપણ જાતની
માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર દવાખાનુ ચલાવતા તાપન સદાનદભાઇ સરકાર રહે.બનગાવ તા.બનગાવ જી. નોર્થ ચોવીસ પરગણા,પશ્ચિમ બંગાળ નાને એલોપેથીક દવાઓ તથા મેડીકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મળી કિ.રૂા.૨૯,૬૯૬/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ શહેરા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવવામા આવેલ છે.