GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના પીપળી રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
MORBI:મોરબીના પીપળી રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મોરબીના મહેન્દ્રનગર નજીક પીપળી રોડ ઉપર રોયલ પાર્કની સામે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહેલા હસમુખભાઈ જયંતિભાઇ સોલંકી ઉવ.૪૫ રહે. ઘુંટુ ગામ તથા મહેશભાઈ કરમણભાઈ વકાતર ઉવ.૩૫ રહે.મોરબી મહેન્દ્રનગરવાળાની અટક કરવામાં આવી હતી, આ સાથે પોલીસે જુગારના પટ્ટમાંથી રૂ.૧,૪૬૦/-રોકડા કબ્જે લઈ બંને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.