HALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદ માદક પદાર્થ પોષડોડા સાથે બે ઈસમો ઝડપાયા

Halvad:હળવદ માદક પદાર્થ પોષડોડા સાથે બે ઈસમો ઝડપાયા

 

હળવદ હાઇવે ઉપર હળવદ સર્કિટ હાઉસ નજીકથી મોરબી એસઓજી પોલીસે 99 કિલોગ્રામ માદક પોસડોડા સાથે રાજસ્થાની ટ્રક ચાલક સહિત બે શખ્સને ઝડપી લઈ 23 લાખથી વધુનો મુદ્દામાલ પકડી પાડી અન્ય એક રાજસ્થાની શખ્સનું નામ ખોલાવ્યું હતું.

રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી MORBi -મોરબી જિલ્લામાં હળવદ નાં ત્રણ રસ્તા સર્કિટ હાઉસ નજીક ખાનગી બાતમીના આધારે માદક પદાર્થ પોશડોડાના ૯૯ કિલો ૬૮૦ ગ્રામનો મોટા જથ્થો ટ્રકમાં લઈ જતા બે શખ્સોને મોરબી જિલ્લા એસ.ઓ.જી. તેમજ હળવદ પોલીસ ની સંયુક્ત ટીમે ઝડપી પાડયા છે. આ બાબતે વાત કરીએ તો મોરબી એસ.ઓ.જી. પોલીસને બાતમી મળી કે એક ટાટા ટ્રક નંબર RJ-39-GA-6051 વાળી ટ્રક અમદાવાદ તરફથી નીકળી હળવદ થઇ કચ્છ તરફ જનારી છે. ટ્રકમાં એક ડ્રાઇવર તથા એક ક્લીનર સવાર છે તે બન્નેના કબ્જા ભોગવટાવાળી ટ્રકમાં મોટા પ્રમાણમાં માદક પદાર્થ પોસડોડાનો જથ્થો ભરી નિકળનાર છે. જે મળેલી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ એસ.ઓ.જી.ટીમ મોરબી તેમજ હળવદ પોલીસ વોચ તપાસ તેમજ વાહન ચેકીંગમાં રહેતા ટ્રકમાથી વનસ્પતીજન્ય માદક પદર્થ પોસ ડોડાનું ચોખુ વજન ૯૯ કિલો તથા ૬૮૦ ગ્રામ કિંમત રૂપિયા બે લાખ નવાણું હજાર નેં ચાલીસ , મોબાઇલ ફોન નંગ-૨ કિંમત રૂપિયા દશ હજાર . ટાટા ટ્રક રજીસ્ટર નં- RJ-39GA-6051 જેની કિંમત રૂપિયા .રૂ. વીસ લાખ મળી કુલ કિંમત રૂપીયા- ત્રેવીસ લાખ નવ હજાર નેં ચાલીસ નાં મુદામાલ સાથે આરોપી દેદારામ નારણારામ ઉ.વ-૪૦ રહે. આડેલ પણજી બેનીવાલકી ધાની થાણાનગર તાલુકો નોકડા જીલ્લા બાડમેર તથા બાબુલાલ ગંગારામ જાટ ઉ.વ ૨૬ રહે આડેલ પણજી બેનીવાલકી ધાની થાણાનગર તાલુકો નોકડા જી. બાડમેર રાજસ્થાનવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ નવલારામ ગોદારાનું નામ ખુલતા તમાંમ આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૧૫(સી), ૨૯ મુજબની હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

 

Back to top button
error: Content is protected !!