HALVAD:હળવદના સુખપર ગામની સીમમાં ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરનાર બે શખ્સો મુદામાલ સાથે ઝડપાયા

HALVAD:હળવદના સુખપર ગામની સીમમાં ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરનાર બે શખ્સો મુદામાલ સાથે ઝડપાયા
હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં આવેલી નર્મદા કેનાલમાંથી ચોરી થયેલી ચાર ઇલેક્ટ્રિક મોટરનો ગુનો હળવદ પોલીસે ગણતરીની કલાકોમાં ડિટેક્ટ કરી બે આરોપીઓને રૂ.૧.૧૦ લાખના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે.
હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસની સૂચનાથી પોલીસ સ્ટાફ અનડિટેક્ટ ગુનાઓ શોધવામાં સતત પ્રયત્નશીલ હોય. ત્યારે ગત તા. ૦૬/૧૨/૨૦૨૫ના રોજ ફરિયાદી રમેશભાઈ સોંડાભાઈ પરમાર રહે. શક્તિનગર સુખપર ગામ તા.હળવદ સહિત અન્ય ત્રણ સાહેદો દ્વારા નર્મદા કેનાલમાં મુકાયેલ ઇલેક્ટ્રિક મોટર નંગ-૪ જેની કિંમત રૂ.૬૦,૦૦૦/- હતી, તે ચોરી થઈ ગયાની ફરિયાદ હળવદ પોલીસ મથકે નોંધાઈ હતી. ફરિયાદ નોંધાતા જ પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી અને મળેલી ચોક્કસ બાતમીના આધારે કવાડીયા ચેકપોસ્ટ વિસ્તારમાંથી એક છકડા રીક્ષામાં ઇલેક્ટ્રિક મોટર લઇ જતાં બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. ઝડપી લેવાયેલ આરોપી મનોજ દિનેશભાઈ ધાંગધરીયા રહે. ધાંગધ્રા જડેશ્વર મંદિર પાછળ ઝુપડામાં તા.ધાંગધ્રા, જી.સુરેન્દ્રનગર અને જગદીશ ભુપતભાઈ ઓગણીયા હાલ રહે. ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુલ પાછળ ચંદુભાઈ સતવારાની વાડીમાં તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર મૂળ રહે. ખોરજ દેવીપુજકવાસ તા. સાણંદ જી. અમદાવાદ વાળા પાસેથી ચોરી કરેલ ચાર ઇલેકટ્રીક મોટર કબ્જે લેવામાં આવી હતી.
પકડાયેલ બન્ને આરોપીઓની પૂછપરછ દરમિયાન વધુ એક આરોપી જીતેશ માધુભાઈ ચોવસીયા પરમાર રહે. ગામ સરા તા.મુળી જી. સુરેન્દ્રનગરનું નામ ખુલ્યું હતું જેને પોલીસ દ્વારા હાલ ફરાર દર્શાવવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ ઇલેક્ટ્રિક મોટર નંગ-૪ કિ.રૂ.૬૦,૦૦૦/- તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ છકડો રીક્ષા નં. જીજે-૦૩-એયુ-૭૧૨૩ GJ-03-AU-7123 કિ.રૂ.૫૦,૦૦૦/- સહિત કુલ રૂ.૧,૧૦,૦૦૦/-નો મુદામાલ રીકવર કર્યો છે. સમગ્ર ઘટનાને લઈ હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







