MORBI:મોરબીના લાયન્સનગરના મકાનમાંથી ચોરી કરનાર બે ઈસમો ઝડપાયા
MORBI:મોરબીના લાયન્સનગરના મકાનમાંથી ચોરી કરનાર બે ઈસમો ઝડપાયા
મોરબીના નવલખી રોડ પર લાયન્સનગરના મકાનને નિશાન બનાવી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો જે ચોરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને એલસીબી ટીમે ચોરીમાં ગયેલ દાગીના સહીત કુલ રૂ ૧.૯૬ લાખનો મુદામાલ રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
ગત તા. ૨૧ જુનના રોજ ફરિયાદી જયેશભાઈ પરમારના મકાનમાંથી ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ઉપરના માળે પરિવાર સુતો હોય ત્યારે ચોર ઇસમેં ઘરમાંથી રોકડ અને દાગીના સહીત કુલ રૂ ૧.૬૭ લાખની ચોરી કરી હતી જે બનાવ મામલે બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેની તપાસ બી ડીવીઝન પોલીસ ઉપરાંત એલસીબી ટીમે ચલાવી હતી અને સીસીટીવી ફૂટેજ તેમજ બાતમીદારો પાસેથી મળેલી માહિતીને આધારે એક મોટરસાયકલ ધ્યાને આવ્યું હતું ગુનાને અંજામ આપનાર અલ્યાસ ઉર્ફે ભીમો હુશેન સુમરા રહે મોરબી વિસીપરા અને હૈદર કરીમ ભટ્ટી રહે રણછોડનગર મોરબી વાળાને એલસીબી કચેરી લાવી પૂછપરછ કરતા ગુનાની કબુલાત આપી હતી જેથી ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના અને ગુનામાં વપરાયેલ બાઈક સહીત કુલ રૂ ૧,૯૬,૫૦૦ નો મુદામાલ રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે