GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં બે અલગ-અલગ રેસ્ક્યૂ ઓપરેશન: ફાયર ટીમે બે મૃતદેહ બહાર કાઢ્યા.

 

 

MORBI:મોરબીમાં બે અલગ-અલગ રેસ્ક્યૂ ઓપરેશન: ફાયર ટીમે બે મૃતદેહ બહાર કાઢ્યા.

 

મોરબીમાં આજે સવારમા અલગ-અલગ બે સ્થળોએ બનેલી દુખદ ઘટનાઓમાં બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ફાયર વિભાગને મળેલા રેસ્ક્યૂ કોલ બાદ હાથ ધરાયેલી કામગીરીમાં એક યુવાન અને એક વૃદ્ધના મૃતદેહ મળી આવ્યા હતા.

(​૧. )ચરડાવા પાસે કેનાલમાં ડૂબી જવાથી બિહારી યુવાનનું મોત ​સવારે અંદાજે ૦૯:૩૦ વાગ્યે ફાયર કંટ્રોલ રૂમને પ્રથમ કોલ મળ્યો હતો. જેમાં ચરડાવા નજીક આવેલી કેનાલમાં એક યુવાન ડૂબ્યો હોવાની જાણ કરવામાં આવી હતી.
​મૃતકનું નામ: સેરાજ મહમદ (ઉંમર ૨૫ વર્ષ) ​વતન: વૈશાલી જિલ્લો, બિહાર ઘટનાની ગંભીરતા જોઈ મોરબી અને હળવદ ફાયરની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
​પરિણામ: આશરે ૨ કલાકની ભારે જહેમત બાદ ફાયર ફાઇટરોએ યુવાનના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો.


​(૨)ઘુંટુ તળાવ પાસે કુવામાં ખાબકતા વૃદ્ધનું નિવારણ
​બીજી ઘટના સવારે ૧૦:૩૦ વાગ્યે નોંધાઈ હતી. ઘુંટુ તળાવ પાસે આવેલા એક કુવામાં વૃદ્ધ પડી ગયા હોવાની માહિતી મળતા મોરબી ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
​મૃતકનું નામ: ભોવનભાઈ માલાભાઈ રાઠોડ (ઉંમર ૬૫ વર્ષ)
​વિગત: કુવામાં ખાબકેલા વૃદ્ધને બચાવવા માટે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ કમનસીબે તેમનો જીવ બચાવી શકાયો નહોતો. ફાયર ટીમે જહેમત ઉઠાવી વૃદ્ધની બોડીને કુવામાંથી બહાર કાઢી હતી.એક જ સવારમાં બનેલી આ બે કરૂણ ઘટનાઓને પગલે મોરબી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્થાનિક પોલીસ દ્વારા આ બંને મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

Back to top button
error: Content is protected !!