અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
હરસિદ્ધિ ફાઇનાન્સ ના નામે હવે ફરી બજારમાં એક ચર્ચાનો વિષય બન્યો, માલિકો ને છૂટકારો મેળવવા લાખો રૂપિયા દાવ પર લગાડયા : CID ક્રાઇમની તપાસ પર પણ અનેક સવાલો ઉભા થયા
અરવલ્લી અને સાબરકાંઠા માં પૌન્ઝી સ્કીમનું કૌભાંડ બહાર આવ્યા પછી અરવલ્લી જિલ્લામાં ચાલતી બીજી પૌન્ઝી સ્કીમ જેવી કે આર.કે એન્ટરપ્રાઇઝ અને હરિસિદ્ધિ ફાઈનાન્સ જે લોકો પાસે લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યુ અને પછી તપાસ તેજ બનતા બંને માલિકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને રોકાણકારો ના આજે પણ લાખો રૂપિયા અટવાયા છે
હરિસિદ્ધિ ફાઇનાન્સ ના માલિકો અજયસિંહ અને ધનુપસિંહ કૌભાંડ બાદ માલિકો ફરાર થઈ ગયા હતા અને CID ક્રાઇમ માં ફરિયાદ નોંધાઈ હતી જે CID ક્રાઇમ એ શોધખોર હાથ ધરી હતી આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન મળતી માહિતી અનુસાર હરિસિદ્ધિ ફાઇનાન્સ ના માલિકો એ એક ડિસમિસ પોલીસ કર્મચારીના લોકોના સંપર્કમાં આવ્યો હતા જેમાં સૂત્રો ધ્વારા મળતી માહિતી મુજબ ડિસમિસ પોલીસ કર્મીને હરસિધ્ધિના માલિકો આગળ CID ક્રાઇમના અધિકારી તરીકે ઓળખાણ આપી .આ સમગ્ર મામલો CID ક્રાઇમ હેઠળ ચાલતો હોવાથી હરિ સિદ્ધિ ફાઇનાન્સના માલિકો ભરોસો રાખીને હરિસિદ્ધિ ફાઇનાન્સ ના માલિકોને છુટકારો મળે અને ધરપકડથી બચે અને જે સ્કીમ ચાલતી હતી તેના ઉપર પડદો પડી જાય તે માટે 50 લાખથી વધુના વ્યવહારો કરવામાં આવ્યો હોવાની પણ માહિતી સામે આવી છે ત્યારે હવે ફરી એક વાર અરવલ્લી જિલ્લામાં હરસિદ્ધિ ધ્વારા ચાલતી પૌન્ઝી સ્કીમ ચર્ચાનો વિષય બન્યો છે. જેને લઇ હાલ હરસિદ્ધિ ના માલિકો ની ધરપકડ થઈ છે કે નહીં..? તેના પર સવાલો ઊભા થયા છે અને થઈ હોય તો આ બાબતે કેમ કોઈ તપાસ ને લઇ માહિતી સામે આવતી નથી તે પણ એક સવાલ ઉભો થયો છે પરંતુ હરસિદ્ધિના માલિક ને બચાવવા અનેક હવાતિયા થતા હવે તે તપાસનો વિષય બન્યો છે.બીજી તરફ CID ક્રાઇમ ની તપાસ પર પણ અનેક સવાલો ઉભા થયા છે