MORBI:શહેરી ઘરવિહોણા લોકો માટે મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે નાઈટ-ડ્રાઈવ યોજવામાં આવી.

MORBI:શહેરી ઘરવિહોણા લોકો માટે મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે નાઈટ-ડ્રાઈવ યોજવામાં આવી.
મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિઃશુલ્ક રહેવા જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે છે મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણુક થયેલ શ્રી સિધ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવે છે. તા.૨૨/૧૧/૨૦૨૫ ના રોજ રાત્રીના સમયે માન.કમિશ્નરશ્રી અને નાયબ કમિશ્નરશ્રીના માર્ગદર્શન હેઠળ યુ.સી.ડી શાખા તથા સંસ્થાના સ્ટાફ દ્વારા રાત્રી સમયે ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા લોકોની સ્થળ પર મુલાકાત કરીને કાઉન્સેલીંગ દ્વારા આશ્રયગૃહ નો લાભ લેવા પ્રેરિત કરવાની ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી ઠંડી ને કારણે ઘરવિહોણા લોકોના આરોગ્ય પર વિપરીત અસર ન થાય તે હેતુ થી રાત્રી દરમ્યાન નાઈટ-ડ્રાઈવ નું આયોજન કરી શહેરી ઘરવિહોણા લોકોને આશ્રયગૃહ માં તબદીલ કરવામાં આવેલા હતા. ઉપરોક્ત ડ્રાઈવ દ્વારા ૩૬ ઘરવિહોણા લોકોને પોતાના પરિવાર સાથે આશ્રયગૃહ ખાતે પહોચાડવામાં આવ્યા હતા. મોરબી મહાનગરપાલિકા દ્વારા સદર આશ્રયગૃહમાં વધુને વધુ ઘરવિહોણા લોકોને લાભ લેવા માન.કમિશ્નરશ્રી મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.








