MORBI:શહેરી ઘરવિહોણા લોકો માટે મોરબી મનપાની યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે નાઈટ-ડ્રાઈવ યોજાઈ

MORBI:શહેરી ઘરવિહોણા લોકો માટે મોરબી મનપાની યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે નાઈટ-ડ્રાઈવ યોજાઈ
મહારાણીશ્રી નંદકુવરબા આશ્રયગૃહ મોરબી ખાતે ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિઃશુલ્ક રહેવા જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે છે મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણુક થયેલ શ્રી સિધ્ધી ખાટ્ટી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવે છે. તા.૨૮/૦૨/૨૦૨૬ ના રોજ રાત્રીના સમયે માન કમિશ્નરશ્રી અને નાયબ કમિશ્નરશ્રીના માર્ગદર્શન હેઠળ યુ.સી.ડી શાખા તથા સંસ્થાના સ્ટાકુ દ્વારા રાત્રી સમયે ફુટપાથ પર રહેતા ઘરવિહોણા લોકોની સ્થળ પર મુલાકાત કરીને કાઉન્સેલીંગ દ્વારા આશ્રયગૃહ નો લાભ લેવા પ્રેરિત કરવાની ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી ઠંડી ને કારણે ઘરવિહોણા લોકોના આરોગ્ય પર વિપરીત અસર ન થાય તે હેતુ થી રાત્રી દરમ્યાન નાઈટ-ડ્રાઈવ નું આયોજન કરી શહેરી ધરવિહોણા લોકોને આશ્રયગૃહ માં તબદીલ કરવામાં આવેલા હતા. ઉપરોકત ડ્રાઈવ દ્વારા ફેટ ઘરવિહોણા લોકોને પોતાના પરિવાર સાથે આશ્રયગૃહ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. મોરબી મહાનગરપાલિકા દ્વારા સુંદર આશ્રયગૃલ્માં વધુને વધુ ધરવિકોણા લોકોને લાભલેવા માળ. કમિશ્નરશ્રી સોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.









