MORBI:મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા અને એસ.બી.આઈ. બેંક સાવસર પ્લોટ બ્રાંચ દ્વારા પી.એમ. સ્વનીધી યોજનાનો મેગા કેમ્પ યોજાયો.

MORBI:મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા અને એસ.બી.આઈ. બેંક સાવસર પ્લોટ બ્રાંચ દ્વારા પી.એમ. સ્વનીધી યોજનાનો મેગા કેમ્પ યોજાયો.
મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા અને એસ.બી.આઈ. બેંકના સંયુક્ત ઉપક્રમે પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ લોન રૂ.૧૫,૦૦૦/- ની નિયમિત ભરપાઈ કર્યા બાદ બીજી લોન રૂ.૨૫,૦૦૦/- મળવા પાત્ર થાય ત્યારબાદ બીજી લોન ના નિયમિત હપ્તા ભરપાઈ કર્યા બાદ ત્રીજી લોન રૂ.૫૦,૦૦૦/- મળવા પાત્ર હોય છે જે અંતર્ગત એસ.બી.આઈ. બેંક – સાવસર પ્લોટ બ્રાંચ ખાતે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પના કારણે લોન મળતા શહેરી ફેરિયાઓના ધંધાઓને પ્રોત્સાહન મળી રહેશે જેથી નાના ફેરિયાઓના રોજગારમાં વધારો થશે આ યોજના કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના છે. આમ નાના ધંધા ધરાવતા શહેરી શેરી ફેરીયાઓને એસ.બી.આઈ. બેંક દ્વારા ધિરાણ મળતા આર્થિક ધોરણમાં સુધારો થશે કેમ્પ અંતર્ગત કુલ ૫૨ જેટલા લાભાર્થીઓને લોન આપવામાં આવી હતી. કેમ્પ માં ફેરીયાઓને લોન મળતા ઉત્સાહ આનંદનો માહોલ જોવા મળ્યો હતો.







