MORBI મોરબી સેવા એજ પરમ ધર્મ અંતર્ગત દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની ઉજળા ઉજવણી કરી

MORBI મોરબી સેવા એજ પરમ ધર્મ અંતર્ગત દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની ઉજળા ઉજવણી કરી
સેવા એ જ પરમ ધર્મ ને સાર્થક કરતું પાટીદાર વુમન્સ ગ્રુપ અનેકવિધ સેવાકીય કાર્યક્રમ કરીને દરિદ્રનારાયણ ની સેવા કરી રહ્યું છે ત્યારે ગ્રુપના અગ્રણીના પુત્રના જન્મદિવસની અનોખી ઉજવણી કરી દિવ્યાંગ બાળકોને હાસ્ય પ્રદાન કર્યું હતું. જન્મદિવસ પાછળ ખોટા ખર્ચ કરવાને બદલે સેવાકીય કાર્યો થકી સમાજમાં પ્રકાશ ફેલાવવા માટે પાટીદાર વુમન્સ ગ્રુપ ના કાજલબેન આદ્રોજા ના પુત્ર ખુશ ના જન્મિદવસ માં મંગલમૂર્તિ શાળામાં દિવ્યાંગ બાળકો સાથે જન્મીદવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં દિવ્યાંગ બાળકો સાથે કેક કટીંગ કરી બાદમાં પોષ્ટિક આહાર આપવામાં આવ્યો હતો જેથી બાળકોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું.પાટીદાર વુમન્સ ગ્રુપના આ સેવા કિય કાર્યમાં સાધનાબેન ઘોડાસરા, કાજલબેન આદ્રોજા, ડો અંકિતા પટેલ,આશાબેન ભાલોડિયા, કવિતાબેન સહિતના સભ્યો સહભાગી થયા હતા






