BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
વાપી શહેર થી અયોધ્યા રામાથોન દોડીને જતા બે યુવાનો ભરૂચ આવી પહોંચતા સાઈકલીસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું

સમીર પટેલ, ભરૂચ
વાપી શહેર થી અયોધ્યા રામાથોન દોડીને જતા બે યુવાનો સંજય શુક્લા અને ઉજ્જવલ ધરોલીયા ભરૂચ આવી પહોંચતા ભરૂચ જિલ્લા ના પ્રખ્યાત સાઈકલીસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને તેમની સાથે દોડીને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો.
ઉજ્જવલ અને સંજય આ બે યુવાનોએ પોતાની દોડ તારીખ 22 જાન્યુઆરીએ વાપી થી શરૂ કરી રોજનું આશરે 60 થી 65 કિલો મીટર જેટલું રનિંગ કરીને તેઓ લગભગ 25 દિવસમાં 1500 કિલોમીટર જેટલું દોડીને તારીખ 16 ફેબ્રુઆરીએ અયોધ્યા ની પાવન ધરતી પર પહોંચશે .
આ 1500 કિલોમીટરની અદભુત દોડનું નામ મિશન રામાથોન રાખવામાં આવ્યું છે અને આ દોડનું મુખ્ય હેતુ છોકરીઓનો સશક્તિકરણ સમાજમાં થાય એનો સંદેશો આપવાનો છે.




