
સમીર પટેલ, ભરૂચ
કરજણ તાલુકાના વલણ ગામનો આઠ વર્ષની બાળકીના અપહરણ નો નાસ્તો – ફરતો પોક્સો એક્ટ કલમ ૧૨ નો આરોપીને ઝડપી પાડતી આમોદ પોલીસ…
. પોલીસોસૂત્રો માંથી મળતી માહિતી મુજબ તા.08 – 01 – 2024 ના રોજ આમોદ પો.સ્ટે.મા દાખલ થાયેલ ગુનો ઈ.પી.કો. ૩૬૩ / તથા પોક્સો એક્ટ કલમ ૧૨ મુજબ ના ગુનાનો આરોપી નટુભાઈ શંકરભાઈ રાઠોડ ઉંમર 48 વર્ષ ની શોધખોળ માટે તેમજ ભરૂચ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓ સોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ વડોદરા રેન્જ.. તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની સૂચના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી પી એલ ચૌધરી સાહેબ જંબુસર વિભાગના માર્ગદર્શનના આધારે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. કરમટિયા ને બાતમી મળેલ મુજબ પી.એસ.આઇ. અસવાર તેમજ તેમના પોલીસ સ્ટાફ સાથે મળેલ બાતમી વારી જગ્યાએ તેમની ટીમ સાથે ઘણા સમયથી નાસ્તા ફરતા પોક્સોનો આરોપી ને પકડી પાડી આરોપી વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ …




