GUJARATHALOLPANCHMAHAL

હાલોલમાં ગુજરાત પ્રીમિયર લીગ નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નો શુભારંભ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતીમાં કરવામા આવ્યો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૭.૧.૨૦૨૫

હાલોલ નગરના ગોપીપૂરા રોડ પર આવેલ હલીમાં રેસીડેન્સી એમસિજી ગ્રાઉન્ડ ખાતે નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું શુભારંભ 26 જાન્યુઆરી રવિવાર ના રોજ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યો હતો.જ્યારે આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં લીગ મેચ 10 ઓવરની રહેશે અને ફાઈનલ મેચ યોજાશે તે 12 ઓવરની રહેશે જ્યારે પ્રથમ મેચ હાલોલની કિંગ ઇલેવન અને પાવાગઢ ઇલેવન વચ્ચે યોજાઇ હતી.જેમા કિંગ ઇલેવન ટીમનો વિજય થયો હતો.આ ટુર્નામેન્ટ નો આશય રમત ની સાથે નવ યુવાનો માં ભાઈ ચારો વધે અને સમાજ ની અંદર એક જૂથ માં કઇ રીતે રહેવાય અને સારા વિચાર અને “અનેકતા માજ એકતા છે ની સાથે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામા આવ્યુ છે જોકે ફાઈનલ મેચ યોજાશે અને તેમાં વિજેતા ટીમ બનશે એ ટીમને 31,555 રૂ.તેમજ રનર્સ અપ ટીમને 11000 રૂ.ઇનામ આપવામાં આવશે.આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર,હાલોલ શહેર બીજેપી પ્રમુખ હરીશભાઈ ભરવાડ તેમજ અગ્રણીઓ હાજર હતા હતા અને ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, મયુરઘ્વજ સિંહજી પરમાર અને હરીશભાઈ ભરવાડ એ મેચ નો લાભ પણ લીધો હતો.

Back to top button
error: Content is protected !!