ડેડિયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન અરજી પર સોમવારે નિર્ણય થશે
તાહિર મેમણ – ડેડીયાપાડા – 12/07/2025 – નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા વસાવાની જામીન અરજી પર રાજપીપળા જિલ્લા કોર્ટમાં 11 જુલાઈએ સુનાવણી યોજાઈ હતી.
કોર્ટે જામીન અંગેનો નિર્ણય સોમવારે બપોર પછી લેવાનું નક્કી કર્યું છે. આ પહેલા 9મી જુલાઈએ ડેડિયાપાડા પોલીસ સોગંદનામું રજૂ કરવામાં નિષ્ફળ રહેતા સુનાવણી મુલતવી રાખવામાં આવી હતી.
શુક્રવારના રોજ રાજપીપળાની સેશન્સ કોર્ટમાં બંને પક્ષના વકીલોએ 2 કલાક સુધી દલીલો કરી હતી. બંને પક્ષની દલીલો સાંભળ્યાં બાદ ન્યાયાધીશે ચુકાદો સોમવાર સુધી અનામત રાખ્યો છે.
નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મેળવવામાં વધુ વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા વસાવાની જામીન અરજી પર 11 જુલાઈ જિલ્લા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
પરંતુ જામીન અંગેનો નિર્ણય સોમવારે બપોર પછી લેવાનો નિર્ણય કોર્ટે કરતા ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે.9 મીએ ડેડિયાપાડા પોલીસે એફિડેવિટ એટલે કે સોગંદનામું રજૂ કરવામાં નિષ્ફળ રહેતા સુનાવણી 11 તારીખે રાખવામાં આવી હતી. શુક્રવારે સરકારી વકીલ તથા ધારાસભ્યના વકીલે દલીલો કરી હતી. 2 કલાક સુધી બંને પક્ષની દલીલો ન્યાયાધીશે સાંભળી હતી. દલીલો બાદ ન્યાયધીશે ચુકાદો અનામત રાખ્યો છે. સોમવારે બપોરના સમયે ચુકાદો જાહેર કરવામાં આવશે.