GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ગોરખીજડીયા ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કાર્યક્રમમાં:સરપંચની બાદબાકી થતા હોબાળો

 

 

MORBI:મોરબીના ગોરખીજડીયા ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કાર્યક્રમમાં:સરપંચની બાદબાકી થતા હોબાળો

 


​મોરબી: જિલ્લાના ગોર ખીજડીયા ગામમાં સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તાજેતરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ સરકારી કાર્યક્રમમાં સ્થાનિક લોકશાહીના પ્રતિનિધિ એવા સરપંચની જ અવગણના કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો.​સરપંચને જાણ ન કરાતા કાર્યક્રમમાં મચ્યો હોબાળો ​ગોર ખીજડીયા ગામના સરપંચે આક્ષેપ કર્યો હતો કે, અગાઉ પણ અનેકવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા કાર્યક્રમ અંગે તેમને કોઈ જાણ કરવામાં આવતી નથી. આ વખતે પણ સરપંચની બાદબાકી કરવામાં આવતા, તેમણે ચાલુ કાર્યક્રમમાં પહોંચીને અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો હતો અને તેમને આડે હાથ લીધા હતા.


​જિલ્લા પંચાયત પ્રમુખે અધિકારીઓને ખખડાવ્યા
​આ બાબતની ગંભીરતા જોઈને મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીને રજૂઆત કરવામાં આવી હતી. પ્રોટોકોલના ભંગ બદલ પ્રમુખે સ્થળ પર જ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી અને લોકપ્રતિનિધિઓના સન્માન જાળવવા તાકીદ કરી હતી.સુરક્ષા અને સુવિધાના અભાવે સવાલો ઉઠ્યા ​કાર્યક્રમમાં માત્ર પ્રોટોકોલ જ નહીં, પણ વ્યવસ્થા અને સુરક્ષામાં પણ મોટી ખામીઓ જોવા મળી હતી

“દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ?” માનસર સરપંચે ફાયર સેફ્ટી મુદ્દે KVK ના અધિકારીઓને આડે હાથ લીધા ફાયર સેફ્ટીના સાધનો: માનસર ગામના સરપંચે ધ્યાન દોર્યું હતું કે કાર્યક્રમમાં રાખવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનો અત્યંત જૂના હતા. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, “જો કોઈ દુર્ઘટના ઘટે તો તેની જવાબદારી કોની?”

કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં વ્યવસ્થાના નામે મીંડું; મહિલા શૌચાલયને તાળા અને સુરક્ષાના સાધનો પણ જૂના!કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત હોવા છતાં મહિલા શૌચાલયને તાળા મારેલા જોવા મળ્યા હતા, જેને કારણે મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
​આમ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના આ કાર્યક્રમમાં અધિકારીઓની બેદરકારી અને આયોજનના અભાવે સ્થાનિક આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!