MORBI:મોરબીની રેલવે કનેક્ટિવિટી વધારવા માંગ સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારને ઉગ્ર રજૂઆત.”

MORBI:મોરબીની રેલવે કનેક્ટિવિટી વધારવા માંગ સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારને ઉગ્ર રજૂઆત.”
મોરબી જિલ્લાના નાગરિકો અને મુસાફરોની સુવિધામાં વધારો કરવાના હેતુથી, મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અજયભાઈ ઝાલરીયા દ્વારા રેલવે પ્રશાસન અને સરકારના ઉચ્ચ સ્તરે મહત્વની લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં મોરબીને રાજકોટ અને કચ્છ સાથે જોડતી રેલવે સેવાઓને વધુ સુદ્રઢ બનાવવાની માંગ કરવામાં આવી છે.
મોરબી અને રાજકોટ વચ્ચે રોજેરોજ હજારો મુસાફરો અવરજવર કરે છે. આ રૂટ પર ડેમૂ (DEMU) ટ્રેનની ફ્રીક્વન્સી વધારવા અને તેને વધુ ગતિમાન બનાવવાની રજૂઆત કરવામાં આવી છે.મોરબીથી કચ્છ તરફ જતી રેલવે સેવાઓ શરૂ કરવા અથવા હાલની સેવાઓને વધુ વેગ આપવા માંગ કરાઈ છે, જેથી વેપાર અને પરિવહન સરળ બને.કનેક્ટિવિટી અને ઇન્ટરસિટી: ઓખાથી બપોરે 1:40 કલાકે આવતી ટ્રેનો સાથે યોગ્ય કનેક્ટિવિટી મળી રહે અને નવી ઇન્ટરસિટી પેસેન્જર ટ્રેનો શરૂ કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે.
લોકહિતને પ્રાધાન્ય આપતા અજયભાઈએ આ બાબતે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ (કલેક્ટર), ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી તથા નવી દિલ્હી ખાતે માનનીય વડાપ્રધાન અને રેલવે મંત્રાલયને પત્ર પાઠવીને રજૂઆત કરી છે.”મોરબીના વિકાસ માટે રેલવેની આસાન મુસાફરી અનિવાર્ય છે. જો રાજકોટ અને કચ્છ સાથેની કનેક્ટિવિટી વધશે, તો સામાન્ય જનતાને ખર્ચાળ પરિવહનમાંથી મુક્તિ મળશે અને સમયની પણ બચત થશે.” – અજયભાઈ ઝાલરીયા
આ રજૂઆતને પગલે આગામી સમયમાં મોરબી રેલવે પ્રશાસન દ્વારા સકારાત્મક પગલાં લેવામાં આવે તેવી આશા મોરબીની જનતા રાખી રહી છે.










