MORBIમોરબી “પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર દ્રારા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાઇ”

MORBIમોરબી “પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર દ્રારા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાઇ”
તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાહુલ કોટડીયા ના માર્ગદર્શન નીચે લાલપર મેડીકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવીયા અને લાલપર હેલ્થ સુપરવાઈઝર દિપકભાઈ વ્યાસ દ્રારા જુલાઈ ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી કરવામાં આવી ગપ્પી ગમ્બુસીયા માછલી નું નિદર્શન અને જળાશયોમાં મૂકવામાં આવી.
જોખમી સગર્ભા બહેનો ને સલામત અને સરળ પ્રસૂતિ થાય તે માટે સ્પેશ્યલ યોગા સેશન કરવામાં આવેલ સ્ક્રીનીંગ, તમામ રિપોર્ટ અને જરૂરી સોનોગ્રાફી માટેના ફોર્મ તથા દરેક સગર્ભા બહેનોને સલામત રીતે માતૃત્વ ધારણ કરે તે માટેની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવેલ.દરેક હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર માં પાણીજન્ય રોગચાળો અને વાહકજન્ય રોગચાળો અને વાહકજન્ય રોગચાળો ના ફેલાય તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રજાપતિ સાહેબશ્રીની સૂચના અનુસાર દરેક ગ્રામ પંચાયત માં લેટર બજવણી “વરસાદ પછી ટાળો,ફેલાતો રોગચાળો”નો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે. સ્ટાફ નર્સ પાયલબેન સારેસા દ્રારા પી.એચ.સી. પર ડીલવરી કરાવામાં આવે છે તથા તમામ સ્ટાફ દ્રારા સઘન સર્વેલન્સ કરવામાં આવે છે.










