MORBI:મોરબીના કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સંચાલિત ઉમા સંસ્કાર નામનાં પ્રથમ પાટોત્સવ નિમિતે અનેકવિધ કાર્યક્રમો યોજાયો !

MORBI:મોરબીના કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સંચાલિત ઉમા સંસ્કાર નામનાં પ્રથમ પાટોત્સવ નિમિતે અનેકવિધ કાર્યક્રમો યોજાયા !
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
મોરબીના રાજકોટ હાઇવે પર કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત ભવ્યાતિ-ભવ્ય ઉમા સંસ્કાર ધામનું નિર્માણ થયેલું છે.આ ધામ દ્વારા વર્ષ દરમ્યાન અનેકવિધ સેવાકીય પ્રકલ્પો દ્વારા જનસેવા કરવામાં આવે છે,ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ આગામી આજે તારીખ ૫-૧૧ નવેમ્બર-૨૦૨૫ નાં રોજ યોજાયો હતો જેમાં સવારે ૮-૦૦ વાગ્યે ૧૧ અગિયાર કુંડી હવન જપ તપ યજ્ઞ, બપોરે ૨-૦૦ વાગ્યે આનંદનો ગરબો,સાંજે પાંચ વાગ્યે નેહમિલન યોજાયું હતું જેમાં ઉમા સંસ્કાર ધામના સેવાકીય પ્રકલ્પોને લોકો સમક્ષ મૂકવામાં આવ્યા હતા. તાજેતરમાં મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને શ્રમ,કૌશલ, રોજગાર વિભાગના રાજયકક્ષાના મંત્રી તરીકે નિયુક્તિ થતા સમસ્ત પાટીદાર સમાજ વતી એમનું અદકેરું સન્માન કરાશે,ઉમા સંસ્કાર ધામ દ્વારા યોજાયેલા આ સ્નેહમિલન સમારોહ બાદ સમૂહ ભોજન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાત્રે રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. એકંદરે સમગ્ર પાટીદાર સમાજના લોકો એ ઉત્સવભેર આ ત્રીવિધ કાર્યક્રમ માં ભાગ લીધો હતો.










