WAKANER:વાંકાનેર અને ટંકારા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયો
WAKANER:વાંકાનેર અને ટંકારા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા
વિદ્યાર્થીઓએ સ્વચ્છતા ડ્રાઇવ, મેરેથોન, સાયકલોથન સહિતના આયોજન થકી સ્વચ્છતાનો સંદેશ આપ્યો
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં વાંકાનેર અને ટંકારા નગરપાલિકા દ્વારા શાળાઓમાં સ્વચ્છતા ડ્રાઇવ મેરેથોન સાયક્લોથોન સહિતના સંયોજનો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ થકી બાળકોએ સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન કરવામાં આવી રહેલા વિવિધ આયોજનોના ભાગરૂપે વાંકાનેર નગરપાલિકા દ્વારા શ્રી એચ.એન. દોશી આર્ટસ એન્ડ શ્રી આર.એન. દોશી કોમર્સ કોલેજ તથા એનએસએસના વિદ્યાર્થીઓ સાથે દોશી કોલેજ ખાતે ખાસ સ્વચ્છતા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. ટંકારા નગરપાલિકા દ્વારા મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે સ્વચ્છતાના સંદેશ સાથે ખાસ મેરેથોન અને સાયક્લોથન યોજવામાં આવી હતી. બાળકો આ આયોજનમાં ઉત્સાહભેર જોડાયા હતા અને લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો..