MORBI:મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા અલગ અલગ જુગારની ત્રણ રેડમા ૧૫ ઝડપાયા
MORBI:મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા અલગ અલગ જુગારની ત્રણ રેડમા ૧૫ ઝડપાયા
(1)મોરબી સિટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે મોરબી -2 કાંતિનગર સ્કૂલની બાજુમાં જાહેરમાં જુગાર રમતા ઇરફાનભાઈ અબ્બાસભાઈ ભટ્ટી, ફિરોજભાઈ કારીમભાઈ ભટ્ટી, જુસબભાઈ તાજમામદ ભટ્ટી અને રવિભાઈ ભીખાભાઈ ભટ્ટીને કુલ રોકડ રૂ. 20,100 સાથે જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા હતા.
(2) દરોડામાં શીતલ આઈસ્ક્રીમની બાજુની શેરીમાં શિવ કોમ્પ્લેક્ષની બાજુમાં ખુલ્લામાં જુગાર રમતા યશપાલસિંહ કૃષ્ણસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ રાજુભા ઝાલા, રાજદીપસિંહ બલભદ્રસિંહ ઝાલા, પ્રકાશભાઈ કનૈયાલાલ ડાખોર, ઉદયરાજસિંહ ગિરિરાજસિંહ જાડેજા, જયભાઈ હિતેશભાઈ રામાનુજ, મનદીપસિંહ હરદેવસિંહ જાડેજા અને કુલદીપસિંહ વિભાજી જાડેજાને કુલ રોકડા રૂપિયા 25,980 સાથે જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા હતા.
(3) દરોડામાં શહેરના કાંતિનગરમા સ્કૂલની બાજુમાં ખુલ્લા પટમાં જુગાર રમતા સલીમભાઈ ઓસમાણભાઈ મોવર, સલીમભાઈ કારીમભાઈ ભટ્ટી અને સોહિલભાઈ આદમભાઈ ભટ્ટીને કુલ રોકડ 14,510 સાથે તીનપતિ રમતા પકડી પાડી જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.