GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, સામસામી ફરિયાદ

 

 

HALVAD:હળવદ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, સામસામી ફરિયાદ

 

શહેરના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં નજીવી બાબતે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. આ હિંસક અથડામણમાં બંને પક્ષો દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદો નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


​પ્રથમ પક્ષની ફરિયાદ: પત્ની સાથેની મિત્રતાનો ખાર રાખી હુમલો ​પ્રથમ પક્ષના ફરિયાદી સુનિલભાઈ ઉર્ફે ભોલો દિનેશભાઈ ઝીંઝુવાડીયા (ઉ.વ. ૨૨) એ નોંધાવેલી ફરિયાદ મુજબ: ​આરોપીઓ: દશરથભાઈ ઘોઘાભાઈ નંદેસરીયા, વિશુ કાળુભાઈ, કાનજીભાઈ કાળુભાઈ અને મહેશભાઈ ઉર્ફે મયલો કાળુભાઈ. ફરિયાદીને આરોપીની પત્ની સાથે મિત્રતા હોવાથી તેનો ખાર રાખી આરોપીઓએ ફરિયાદીના ફળિયામાં પ્રવેશી તેને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધારીયા વડે હુમલો અને ધમકી બીજી તરફ તુલશીબેન ઉર્ફે મનીષાબેન કિશનભાઇ નંદેસરીયા (ઉ.વ. ૨૦) એ વળતી ફરિયાદ નોંધાવી છે: સુનીલ ઉર્ફે ભોલો દિનેશભાઈ ઝીંઝુવાડીયા., આરોપી સુનીલ હાથમાં ધારીયુ લઈને ફરિયાદીના ઘરે પહોંચ્યો હતો અને અન્ય સભ્યો વિશે પૂછપરછ કરી હતી. ત્યારબાદ જ્યારે ફરિયાદીના સાથીઓ આરોપીને સમજાવવા ગયા, ત્યારે આરોપીએ ધારીયા વડે હુમલો કરી કિશન નામના યુવાનને ઇજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.હળવદ પોલીસે બંને પક્ષોની રજૂઆત સાંભળી ગુન્હો દાખલ કર્યો છે. હાલ પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે

Back to top button
error: Content is protected !!