GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:UGC એક્ટ સામે મોરબીમાં વિરોધનો સૂર: કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખે કલેક્ટરને પાઠવ્યું આવેદન

 

MORBI:UGC એક્ટ સામે મોરબીમાં વિરોધનો સૂર: કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખે કલેક્ટરને પાઠવ્યું આવેદન

 

નવો કાયદો સામાજિક સમરસતા માટે જોખમી અને ભેદભાવપૂર્ણ હોવાનો આક્ષેપ: રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સુધી રજૂઆત પહોંચાડવા માંગ

મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અજયભાઈ ઝાલરીયા દ્વારા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ના નવા એક્ટ-2026 સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ સંદર્ભે તેમણે મોરબી જિલ્લા કલેક્ટર મારફતે મહામહિમ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી આ કાયદાને તાત્કાલિક સ્થગિત કરવા અથવા પાછો ખેંચવા માંગ કરી છે.”યુનિવર્સિટી શિક્ષણનું કેન્દ્ર છે, રાજકારણનું નહીં”આવેદનપત્રમાં અજયભાઈ ઝાલરીયાએ જણાવ્યું છે કે, સરકાર દ્વારા વર્ષ 2012 બાદ હવે 2026 માં UGC એક્ટમાં જે સુધારા સૂચવવામાં આવ્યા છે, તે ભારતીય સામાજિક સમરસતાના માળખા સાથે સુસંગત નથી. આ નવો વટહુકમ ભેદભાવપૂર્ણ અને કલંકિત માનસિકતાનું પરિણામ હોવાનો આક્ષેપ કરતા તેમણે ઉમેર્યું હતું કે, યુનિવર્સિટીઓ અભ્યાસ અને જ્ઞાનનું ધામ હોવી જોઈએ, રાજકારણનું અખાડો નહીં.ભેદભાવ વધવાની ભીતિ રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે:UGC એક્ટ 2026 માં કરાયેલા સુધારા જાતિ, ધર્મ અને લિંગના આધારે વિભાજન ઊભું કરે તેવા છે.
આ બિલ સામાજિક સુમેળને બગાડવાનું કામ કરી રહ્યું છે, જે લોકહિતમાં નથી.બંધારણીય ધારાધોરણો હેઠળ આ બાબતે પુનઃ વિચારણા કરવી અત્યંત આવશ્યક છે.બિલ પર રોક લગાવવા માંગ મોરબી જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરને પાઠવાયેલા આ આવેદનમાં પૂર્વ પદાધિકારીએ ભારપૂર્વક વિનંતી કરી છે કે, કેન્દ્ર સરકાર આ બિલના અમલીકરણ પર તત્કાલ રોક લગાવે અથવા તેને પાછું ખેંચી લે. સામાજિક સંતુલન જળવાઈ રહે તે હેતુથી વરિષ્ઠ પદાધિકારીઓ આ મામલે ગંભીરતાથી વિચારણા કરે તેવી માંગણી કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!