NAVSARI

નવસારી: મંત્રી શ્રી કુંવરજી બાવળીયાએ વાંસદા તાલુકામાં આવેલ જૂથ પાણી પુરવઠા પ્રોજેકટની મુલાકાત લીધી.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
પાણી પુરવઠા વિભાગના મંત્રી શ્રી કુંવરજી બાવળીયાએ વાંસદા તાલુકાના વાંગણ – બારતાડ ખાનપુર જૂથ પાણી પુરવઠા પ્રોજેકટની મુલાકાત લીધી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના બારતાડ ગામ ખાતે અંદાજીત રૂ. ૧૦૭  કરોડના ખર્ચે વાંગણ અને બારતાડ ખાનપુર જૂથ પાણી પુરવઠા પ્રોજેકટ તૈયાર થનાર છે. આ જૂથ પાણી પુરવઠા પ્રોજેકટનું આજરોજ રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી શ્રી કુંવરજી બાવળીયાએ મુલાકાત લઇ, જાતમાહિતી મેળવી હતી.અને સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો આપી નિયત સમયમાર્યાદમાં પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ કરવા તાકીદ કર્યા હતાં.
પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજી બાવળીયાએ વાંગણ અને બારતાડ ખાનપુર જૂથ પાણી પુરવઠા પ્રોજેકટ સંદર્ભે જણાવ્યું હતું કે,  દમણ ગંગા બલ્ક પાઈપલાઈન આધારિત પીવાના પાણીની યોજના અંતર્ગત ૧૯ જૂથ યોજનામાં ૩૯૬ ગામોનો સમાવેશ થયો છે જેના થકી વલસાડ અને નવસારીના ગ્રામ્ય વિસ્તારના લોકોને પીવાનું પાણી સરળતાથી પ્રાપ્ત થશે .વાંસદા તાલુકામાં નિર્માણ પામી રહેલ વાંગણ અને બારતાડ ખાનપુર જૂથ પાણી પુરવઠા પ્રોજેકટ રૂ. ૧૦૭ કરોડના ખર્ચ નિર્માણ થશે જેનાથી વાંસદા તાલુકાના ૨૪ ગામો અને ૨૫૮ ફળિયામાં પાણીની સુવિધા ઉપલબ્ધ થશે. અંતરિયાળ વિસ્તારના  ગામના લોકોને નિયમિત પાણી મળી રહે તે માટે સરકારે આ યોજના ૨૦૨૪ સુધીમાં કામ પૂર્ણ કરવાનો નિર્ધાર કર્યો છે .લોકોની સુખાકારીના કામો કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર હંમેશા તત્પર છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી ડી.આઈ.પટેલ, પાણી પુરવઠા અધિકારીશ્રી પટેલ,  અધિકારીઓ/પદાધિકારીઓ, સરપંચશ્રીઓ, ગામ આગેવાનો ઉપસ્થિત રહયાં હતાં

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!