WAKANER વાંકાનેરના રાતાવિરડા ગામ ખાતે સિરામિક ફેકટરીમાં મજૂરી કામ કરતી મહિલા ને પ્રસુતિની પીડા ઉપડતા 108 ઇમરજન્સી દોડી

WAKANER વાંકાનેરના રાતાવિરડા ગામ ખાતે સિરામિક ફેકટરીમાં મજૂરી કામ કરતી મહિલા ને પ્રસુતિની પીડા ઉપડતા 108 ઇમરજન્સી દોડી
વાંકાનેર : આજના આધુનિક યુગમાં સરકારની માનવ સેવા એવી ઇમરજન્સી મેડિકલ સારવાર પૂરી પાડતી એમ્બ્યુલન્સ એટલે 108 જે સરકાર દ્વારા શરૂ થઈ ત્યારથી ઘટનાની સાથે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક સારવાર જરૂરત મંદ દર્દીને પૂરી પાડવામાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ લોકો માટે આશીર્વાદરૂપ સમા બની છે ત્યારે તારીખ 21 1 2026 ના રોજ વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર રાતાવિરડા પાસે ની એક સીરામીક ફેકટરી માં મજુરી કામ કરતી મહિલાને પ્રસુતિની પીડા નો દુખાવો થતાં ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ ને કોલ મળ્યો હતો જે ઘટના સ્થળે પહોંચી દર્દી મહિલાને પ્રાથમિક સારવાર શરૂ કર્યાની સાથે જ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ માં નોર્મલ ડીલેવરી કરાવી હતી જેમાં બાળકીનો જન્મ થયો અને તે બાળકીનું વજન 2.5 kg રહેલું છે જે માતા અને બાળકી બંને તંદુરસ્ત છે દર્દી મહિલાને ડીલેવરી ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ માં કરાવી વધુ સારવાર અર્થે મોરબી ખાતે પ્રસુતિ વિભાગમાં રાખવામાં આવે છે ઇમરજન્સી 108 ની ટીમના ઇએમટી વિજય જાખેસરા અને પાયલોટ ભવ્યરાજ સિંહ ગોહિલ ફરજ ના ભાગે એલર્ટ રહી પરિસ્થિતિને ધ્યાને રાખી સરકારની માનવ સેવા કાર્યને સફળ કરી હતી જે તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે..








