GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર: ૧૦૮ની ટીમે ૮ વર્ષના માસૂમ માટે ‘દેવદૂત’ બની નવજીવન આપ્યું

 

WAKANER:વાંકાનેર: ૧૦૮ની ટીમે ૮ વર્ષના માસૂમ માટે ‘દેવદૂત’ બની નવજીવન આપ્યું

 

વાંકાનેર: જન્મજાત હૃદયની બીમારીથી પીડાતા ૮ વર્ષના બાળક ધાર્મિક ગોહિલને શ્વાસ લેવામાં તકલીફ અને શરીર ભૂરા પડવા જેવી ગંભીર સ્થિતિમાં ૧૦૮ની ટીમે સમયસર સારવાર આપી બચાવી લીધો છે.

૧૮ ફેબ્રુઆરીની રાત્રે વાંકાનેર SDH થી ગંભીર હાલતમાં રહેલા બાળકને રાજકોટ સિવિલ રિફર કરવામાં આવ્યો હતો. EMT પ્રવીણભાઈ મેર અને પાયલોટ લાલજીભાઈ પ્રલિયાએ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી, ઓક્સિજન સપોર્ટ સાથે બાળકને ખૂબ જ ટૂંકા સમયમાં રાજકોટ પહોંચાડ્યું હતું. અગાઉ ચેન્નાઈ અને અમદાવાદમાં સર્જરી કરાવી ચૂકેલા આ બાળકની હાલત નાજુક હતી, પરંતુ ૧૦૮ની સતર્કતાથી આજે તે સુરક્ષિત છે.માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવા બદલ ૧૦૮ની ટીમનો પરિવારજનોએ આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!