MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરમાં દંપતી પર જીવલેણ હુમલો: ચાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

WAKANER:વાંકાનેરમાં દંપતી પર જીવલેણ હુમલો: ચાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

 

વાંકાનેર શહેરમાં રહેતા એક દંપતીના ઘરે ચાર શખ્સોએ ધસી આવીને મહિલા અને તેના પતિને ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

​મળતી માહિતી મુજબ, આરોપી શરીફભાઈ હનીફભાઈ પાયક, તેનો સાળો અદનાન અને અન્ય બે અજાણ્યા શખ્સો ફરિયાદના ઘરે પહોંચ્યા હતા. આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને મહિલાના વાળ પકડી, તેને ધક્કો મારી નીચે પાડી દીધી હતી અને માથાના ભાગે માર માર્યો હતો. જ્યારે મહિલાના પતિ સલીમભાઈ ઘરે આવ્યા, ત્યારે આરોપીઓએ “તારા પતિને મારી નાખવો છે” તેમ કહી તેમનું ગળું દબાવ્યું હતું.બચાવમાં મહિલાએ આરોપીને બટકું ભરતા સલીમભાઈનો છુટકારો થયો હતો. જોકે, આરોપીઓએ દંપતીને ઢીકાપાટુ અને ચપ્પલ વડે માર મારીને મુંઢ ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા.વાંકાનેર સિટી પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધીને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની તપાસ અને ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!