WAKANER:વાંકાનેર જામસરની પ્રાથમિક શાળા પાસેની વાડીમાં ચાલતી દારૂની ભઠ્ઠી સાથે એક શખ્સ ઝડપાયો

WAKANER:વાંકાનેર જામસરની પ્રાથમિક શાળા પાસેની વાડીમાં ચાલતી દારૂની ભઠ્ઠી સાથે એક શખ્સ ઝડપાયો
વાંકાનેર તાલુકા પોલીસે ગુનાખોરી અને નશાબંધી સામે લાલ આંખ કરી છે. તાજેતરમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે જામસર ગામના માર્ગે આવેલી એક પ્રાથમિક શાળા નજીકની વાડીમાં દરોડો પાડીને દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જામસર ગામ તરફ જવાના રસ્તા પર આવેલી પ્રાથમિક શાળા પાસેની વાડીમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ ચાલી રહી હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા દસરથ ઉર્ફે સવજી લાલજીભાઈ શીંહોરા નામનો શખ્સ રંગેહાથ ઝડપાઈ ગયો હતો.પોલીસે સ્થળ પરથી દારૂ બનાવવાનો કાચો તેમજ તૈયાર માલ જપ્ત કર્યો છે, જેની વિગતો નીચે મુજબ છે:
ગરમ આથો: ૧૦૦ લીટર (કિંમત રૂ. ૨,૫૦૦) ઠંડો આથો: ૩૦૦ લીટર (કિંમત રૂ. ૭,૫૦૦) તૈયાર દેશી દારૂ: ૧૫ લીટર (કિંમત રૂ. ૩,૦૦૦) કુલ મુદ્દામાલ: રૂ. ૧૩,૦૦૦ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી દસરથ ઉર્ફે સવજી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









