GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:​વાંકાનેર રહેણાંક મકાનમાંથી ૯૩૫ ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

 

WAKANER:​વાંકાનેર રહેણાંક મકાનમાંથી ૯૩૫ ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ વાંકાનેરમાં માદક પદાર્થો વિરુદ્ધ લાલ આંખ કરી છે. શહેરની ભાટીયા સોસાયટીમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડી પોલીસે લાખોની કિંમતના ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે.

 



​પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી એસ.ઓ.જી. સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં રહેતો વસીમભાઇ રફીકભાઇ બ્લોચ પોતાના ઘરે ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ (ગાંજા) નો જથ્થો છુપાવી રાખીને ગ્રાહકોને છૂટક વેચાણ કરે છે.

​બાતમીના આધારે પોલીસે સચોટ આયોજન સાથે ઉક્ત સ્થળે રેઇડ કરી હતી. તપાસ દરમિયાન મકાનમાંથી:​૯૩૫ ગ્રામ ગાંજો: જેની અંદાજિત કિંમત ₹૪૬,૭૫૦ મોબાઇલ ફોન: નંગ-૧, કિંમત ₹૫,૦૦૦ ​કુલ મુદ્દામાલ: ₹૫૧,૭૫૦ જપ્ત કરવામાં આવ્યો છે.​પોલીસે આરોપી વસીમ બ્લોચ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ (NDPS Act) ની કલમ ૮ (સી), ૨૦ (બી) (૨-એ) અને ૨૯ મુજબ ગુન્હો નોંધી તેની અટકાયત કરી છે. આ મામલે આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!