GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના જોધપર નજીક કારમાં દેશી દારૂની જથ્થો ઝડપાયો

WAKANER:વાંકાનેરના જોધપર નજીક કારમાં દેશી દારૂની જથ્થો ઝડપાયો

 

 

જોધપર ગામના ઓવરબ્રિજ પાસેથી પોલીસે કારમાં ૫૦૦ લીટર દેશી દારૂ લઇ જતા ઈસમને ઝડપી લઈને કાર અને દેશી દારૂ સહીત ૪ લાખનો મુદામાલ કબજે લીધો છે તો અન્ય બે આરોપીના નામો ખુલ્યા છે

Oplus_131072

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જોધપર ગામના ઓવરબ્રિજ પાસેથી કાર જીજે ૩૬ એફ ૦૭૫૯ વાળીને રોકી તલાશી લેતા કારમાંથી ૫૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દેશી દારૂ કીમત રૂ ૧ લાખ અને કાર કીમત રૂ ૩ લાખ સહીત કુલ રૂ ૪ લાખનો મુદામાલ કબજે લઈને આરોપી રફીક ઉર્ફે રફ્લો હબીબ વીકીયા રહે ચંદ્રપુર તા. વાંકાનેર વાળાને ઝડપી લીધો છે અન્ય આરોપી સુરૂભા કાઠી દરબાર રહે ખાટડી તા. ચોટીલા અને શિવરાજસિંહ સહદેવસિંહ ઝાલા રહે વઘાસીયા તા. વાંકાનેર એમ બે આરોપીના નામો ખુલતા પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ ચલાવી છે

Back to top button
error: Content is protected !!